રજૂઆત:ટેકાના ભાવથી નોંધણી શરૂ કરવા APMCના ચેરમેનની રજૂઆત

ગોધરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોધરામાં મુદતમાં 30 દિવસનો વધારો કરવા પણ જણાવાયંુ

રાજ્ય સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સીઝન 2021-22માં લઘુતમ ટેકાના ભાવથી ખેડૂતોની નોંધણી ગ્રામ્ય કક્ષાએ વી.સી.ઇ દ્વારા અને તાલુકા કક્ષાએ એપીએમસી ખાતે પુરવઠા નિગમના કર્મચારીઓ દ્વારા દર વર્ષે ગોધરા ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિના કાકણપુર અને ગોધરા ખાતે નક્કી કરેલ સમય મર્યાદામાં તેની નોંધણી કરાય છે. અને નોંધણીની તમામ કાર્યવાહી થાય છે. પરંતુ ચાલુ વર્ષે તાલુકા કક્ષાએ નોંધણીની કોઈપણ કાર્યવાહી એપીએમસીમાં શરૂ નહીં થતા ખેડુતોએ ગોધરા APMCના ચેરમેનને રજુઆત કરી હતી.

અા અંગે APMCના ચેરમેન રાજેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા લેખિત રજુઆત કરેલી છે કે, દર વર્ષે પુરવઠા વિભાગ દ્વારા ખેડુતોની નોંધણી થાય છે. અને નોંધણીમાં કોઈ ભૂલ હોય તો તેઓ સુધારી પણ શકે છે. જેથી ખેડૂતોના ખેત ઉત્પાદનના નાણાં સમયસર ખેડૂતોને મળી રહે. જિલ્લાની બજાર સમિતિ પણ તમામ સુવિધાઓ પુરવઠા નિગમને આપે છે.

જેથી સત્વરે જિલ્લાની તમામ એપીએમસીઓમાં અને ગોધરા તાલુકાની કાકણપુર ખાતે પુરવઠા નિગમના ગોડાઉન ખાતે ખેડૂતોની લઘુતમ ટેકાના ભાવથી સમયર નોંધણી થાય, જેનો લાભ જિલ્લાના ખેડુતો મળી શકે. અને હાલ નોંધણી પ્રકિયા શરૂ થયેલ ન હોઈ તેની મુદતમાં 30 દિવસનો વધારો થાય તેવી લાગણી મુકેલી છે.

અન્ય સમાચારો પણ છે...