માંગણી:APMCના ડિરેકટરની ટીંબારોડ ખાતે સબ પોસ્ટ ઓફીસ શરૂ કરવા રજૂઆત

ગોધરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક સ્થળે શરૂ કરવાના બદલે 20 કીમી દૂર કાકણપુર બ્રાન્ચમાં લઇ ગયા

ગોધરા APMCના ડિરેકટર ગોપાલભાઈ પટેલે કલેકટરને લેખિત રજુઆત કરતા જણાવ્યું હતું કે ગોધરા તાલુકાના ટીંબારોડ ખાતે શ્રી કૃષ્ણ કોટન સેલ જીનીગ એન્ડ પ્રેસિંગ સોસાયટી, ગોઠડા ખાતે સબ પોસ્ટ આવેલી હતી. આ સબ પોસ્ટ ઓફિસની 7 બ્રાન્ચ આવેલી છે. આનો 30 ગામોના લાભાર્થીઓ લાભ લેતા હતા.જે પોસ્ટ ઓફિસનું મકાન જૂનું અને જર્જરિત થયું હોઈ અને અકસ્માત થવાનો ભય હોઈ તેને ઉતારી લેવામાં આવ્યું છે. પરંતુ આ સબ પોસ્ટ ઓફીસ સ્થાનિક સ્થળે શરૂ કરવાના બદલે તેને બંધ કરી 20 કીમી દૂર કાકણપુર ખાતે બ્રાન્ચ ઓફિસમાં લઈ જવાઇ છે.

જેનો લાભ મેળવતા ગ્રાહકોને પોસ્ટ સેવાનો લાભ મળતો નથી.ડિરેક્ટરે આક્ષેપ કર્યો છે કે સુપ્રીટેન્ડન્ટ ઓફ પોસ્ટ માસ્ટર,ગોધરાએ પોતાનો મનસ્વી નિર્ણય લઈ ટીંબારોડ ગોઠડા ખાતેની સબ પોસ્ટ ઓફીસ અન્ય સ્થળે ખસેડવાની હતી. તેની જગ્યાએ 20 કીમી દૂર કાકણપુર લઈ જવામાં આવી છે. જેના કારણે લોકોમાં રોષની લાગણી છે.

ત્યારે ટીંબારોડ ખાતે પોસ્ટ ઓફીસ શરૂ કરવા માટે મકાન વર્તમાન ભાડામાં મળે છે. અને પોસ્ટ વિભાગના અધિકારીઓએ બે થી ત્રણ મકાનનું નિરીક્ષણ પણ કર્યું છે. ત્યારે પોસ્ટ માસ્ટરની નિર્ણય શક્તિના અભાવે સ્થાનિક ગામમાં જ પોસ્ટ ઓફીસ શરૂના કરી 20 કીમી દૂર કાકણપુર ખાતે લઈ ગયા છે. જેના કારણે પોસ્ટ સેવાઓ મેળવનાર લાભાર્થીઓ ને નુકસાન થઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...