રજૂઆત:ગોધરામાં પાલિકાના હંગામી કામદારોને કાયમી કરવા અંગે રજૂઆત પત્ર

ગોધરા3 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગોધરાના વિસ્તારમાં રહેતી 40 જેટલી મહિલા કામદારો છેલ્લા 30 વર્ષથી ગોધરા નગરપાલિકાના પ.વ.ડી વિભાગમાં તદ્દન હંગામી ધોરણે કામ કરે છે. આટલી મોંઘવારીમાં નજીવા દૈનિક વેતનમાં કામ કરતી મહિલા કામદારોના પ્રશ્નોને વાચા આપવા તથા તેઓના હક્ક અને અધિકાર માટે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

આપના જિલ્લા પ્રમુખે સરકાર પર સવાલ ઉઠાવ્યા છે કે, મહિલાઓનું સન્માન કરવાની વાતો કરતી સરકાર ખરેખર મહિલાઓને અન્યાય કરે છે, તેઓનું શોષણ કરે છે. 30 વર્ષથી નજીવા દૈનિક વેતનમાં કામ કરતી મહિલા કામદારો પ્રત્યે સરકારને સંવેદના હોવી જોઈએ. મોંઘવારીમાં ઘર ચલાવવાનું કામ મુશ્કેલ બન્યું છે. ત્યારે પગાર વધારવાની માગ કરવામાં આવે ત્યારે આ મહિલા કામદારોને ધાક ધમકી આપવામાં આવે છે અને છૂટા કરી દેવાની ધમકીઓ આપવાનું જાણવા મળે છે તમે આપના પ્રમુખે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...