ગોધરાના મારવાડીવાસ વિસ્તારમાં દબાણો અને સાંકડા રસ્તાથી 108, ફાયર ફાઇટર કે અન્ય સેવાઓથી વંચિત રહ્યા છે.જેથી રસ્તા પરના દબાણો દૂર કરે તેવી રજુઅાત સ્થાનીકો દ્વારા ડિસેમ્બર 2019માં કરી હતી. પાલિકાઅે સ્થાનિક 47 રહીશોને દબાણને સ્વૈચ્છાઅે દુર કરીને રસ્તો ખુલ્લો કરવાની નોટીસ અાપી હતી. જે તે વખતે પણ નવીન રોડ બનાવાનો હતો.
પણ રજુઅાતથી રોડની કામગીરી થઇ ન હતી. હવે મારવાડીવાસમાં પાલિકા નવીન રોડ બનાવી રહી છે. ત્યારે 27 માસ બાદ પાલિકા 47 રહીશોને રીમાઇન્ડર નોટીસ અાપીને દબાણ દુર કરો અને દબાણો કરેલ ન હોય તો મિલ્કતના દસ્તાવેજી પુરાવા તેમજ પાલિકાની બાંધકામ મંજુરી તથા નકશાની નકલ કચેરીમાં દિન 7માં રજુ કરવા નોટીસ આપતા રોષ ભભુકી ઉઠયો હતો.
વિસ્તારમાં જયારે પણ રોડની કામગીરી શરૂ થયા ત્યારે પાલીકા નોટીસ અાપે છે. પણ પાલીકા નોટીસ અાપવાને બદલે સ્થળ તપાસ કે ચકાસણી કરે તો રહીશો જાતે દબાણ હશે તો તોડી નાખશે તેમ સ્થાનીક રહીશો જણાવી રહ્યા છે. હાલ વિસ્તારમાં રોડની કામગીરી ચાલુ છે ધણા સમયથી માંગણીને લઇને નવીન રોડ બની રહ્યો છે. ત્યારે 27 માસ બાદ ફરીથી પાલીકાઅે ફરીથી નોટીસ અાપતાં રોડની કામગરી અાડેપાટે ના ચઢી જાય તેની સ્થાનીકોને ચિતાં સતાવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.