તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:પંચમહાલ-મહિસાગરમાં રવિવારે કોરોના સંક્રમણનો એક પણ કેસ ન નોંધાતા રાહત

ગોધરા/ લુણાવાડા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પંચમહાલ જિલ્લામાં કુલ કોરોના સંક્રમણની કુલ સંખ્યા 3968 પર પહોંચી

કોરોના વાઇરસની સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ એટલી જ જરૂરી છે. જાગૃતિ અને સાવધાની એ જ બચાવનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પંચમહાલ જિલ્લામાં રવિવારે કોરોના સંક્રમણનો એક પણ કેસ નહી નોંધાતા રાહત સાંપડી હતી. જેને લઇને તંત્રએ રાહત અનુભવી હતી. જિલ્લામાં કુલ કોરોના કેસોની સંખ્યા 3968 થવા પામી છે. જયારે જિલ્લામાં સક્રિય કેસોની કુલ સંખ્યા 21 થઈ છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે.

શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 2903 કેસ નોંધાયા છે. તથા ગ્રામ્ય વિસ્તારમાં કુલ 1065 કેસ મળી આવ્યા છે. તથા કોરોનાથી 69 તથા અન્ય બિમારીથી 71 લોકોના મૃત્યુ થતા કુલ મૃત્યુ 140 નોંધાયા છે. હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 3806 થવા પામી છે. તથા સક્રિય 21 કેસોની સારવાર હાથ ધરવામાં આવી રહી છે.મહીસાગર જિલ્લામાં શુન્ય કેસ સાથે રવિવારે રાહતના સમાચાર સાથે 2029 કેસોની સંખ્યા સ્થીર રહી હતી. જ્યારે જિલ્‍લામાં અત્યાર સુધીમાં કુલ 1960 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. તથા કોરોનાના સંક્રમણને કારણે 9 વ્યક્તિનું મૃત્યુ થયા છે.

જયારે અન્ય કારણથી 36 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 45 મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનફલુ/ કોરોનાના કુલ 1,26,054 રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના 74 વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇન હેઠળ છે. કોરોના પોઝીટીવ આવેલા દર્દીઓ પૈકી 18દર્દીઓ સ્ટેબલ અને 06 દર્દીઓ ઓક્સિજન પર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો