ચોરી:રિકવરી એજન્ટોએ બાઇક સવારને લૂંટતાં ફરિયાદ, બજાજ ફાઈનાન્સને નામે બાઇકની લૂંટ ચલાવી

ગોધરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાલોલના અલીન્દ્રા પાસે ઘટેલી ઘટના

કાલોલના સુથાર ફળીયામાં રહેતા ધવલકુમાર પંકજકુમાર ગાંધી બાઇક ઉપર જતા હતા. તે દરમિયાન તેમની પાછળ વિરલ જાદવ તથા અન્ય ત્રણ જણ બે બાઇકો લઇને પીછો કરતા હતા. ધવલ ગાંધીની બાઇકને ઓવરટેક કરીને ચાર જણાએ અટકાવી અમે બજાજ ફાઈનાન્સના સીઝર હોવાનું જણાવી તમારી ગાડીના 3 હપ્તા ચઢી ગયા છે.

તેમ કહીને ધવલ ગાંધીના ખિસ્સામાંથી બળજબરીથી એક હજાર રૂપિયા ધમકાવીને લૂંટ કરી હતી. ચાર જણાએ ધવલને બાઇક ઉપર બેસાડીને અલીન્દ્રા ચોકડીથી કાલોલના એમ.જી.અેસફ ગરનાળા ડેરોલ સ્ટેશન રોડ સુધી લઇ ગયા હતા. જયાં ધવલ ગાંધીને ઉતારીને તેને ધમકી આપીને બાઇકની લૂંટ કરીને નાસી ગયા હતા. આ અંગેની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...