તપાસ:પંચમહાલ જિલ્લા પં.ના સર્વ શિક્ષા અભિયાનના રેકોર્ડ ચોરાઇ ગયા

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાળાની બારીમાંથી રેકોર્ડની ચોરી થતી હતી
  • નવુ બિલ્ડીગ બનતાં રેકોર્ડ શાળામાં મુકયા હતાં

ગોધરામાં અાવેલ જિલ્લા પંચાયતનું જુનું બિલ્ડીંગ તોડીને નવુ સંકુલ બનાવવાનું હોવાથી જિલ્લા પંચાયતના સમગ્ર શિક્ષા જિલ્લા પ્રોજેકટર અંતર્ગત કાર્યરત અલગ અલગ વિભાગ અેવા સિવિલ,અેકાઉન્ટ, શીક્ષણ સમીતિ વિભાગ, અેમ.અાઇ.અેસ,અાઇ. વિગેરે વિભાગના વર્ષ 2020 સુઘીના તમામ રેકોર્ડ નગર પાલીકાની બાજુમાં અાવેલ જિલ્લા પંચાયતની સિન્ધી સમાજ ગુજરાતી શાળામાં મુક્યા હતા.

અા તમામ ફાઇલ, દસ્તાવેજો સહિતની ફાઇલો શાળાના અલગ અલગ રૂમમાં રાખીને જરુર પડે તે વિભાગના કર્મી રેકોર્ડ લેવા અાવતા હતા. અા શાળાની પાછળના ભાગની બારી તોડીને કોઇ અજાણ્યા ચોરે અંદર પ્રવેશ કરીને શાળામાં મુકેલા જિલ્લા પંચાયતના વિવિધ વિભાગના મહત્વના રેકોર્ડની ચોરી કરી હોવાની ફરીયાદ ગોધરાના અે ડીવીઝન પોલીસ મથકે નોધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...