તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ગોધરાના બામરોલી રોડની SBI શાખા વિરુદ્ધ ગ્રાહક તકરાર નિવારણમાં રાવ

ગોધરા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શાખાના કર્મચારીઓ માનસિક ત્રાસ આપતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ
 • ત્રાસ આપવા બદલ પ્રત્યેક અરજદારને 15 હજાર ચુકવવાના હુકમની માગ

ગોધરાના બામરોલી રોડ વિસ્તારમાં રહેતા સીનીયર સીટીઝન, પેન્શનરો તથા નિવૃત કર્મીઓના રહેઠાણની નજીક આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાની શાખામાં બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા. બામરોલી રોડની SBI શાખા સામે ગ્રાહકોએ આક્ષેપ કરતી ફરીયાદ ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરીયાદ કરી હતી કે બામરોલી રોડની SBI શાખામાં બેંકીગ કામ અર્થે જઇને ત્યારે બેંકના સ્ટાફ જણાવતા હતા કે અમારી શાખા કોર્પોરેટ બેંકમાં પરિવર્તન થઇ ગયેલી છે. અને રૂ 50 લાખના નાણાકીય વ્યવહારો જ અહિથી કરવામાં આવશે. જેથી આપના બચત ખાતા પેન્શન ખાતાઓ અલગ અલગ શાખાઓમાં ટ્રાન્સફર કરાવી દો તેવો આગ્રહ કરીને અરજી ફોર્મ આપેલું હતું.

અમને બેંક એકાઉન્ટ ટ્રાન્સફર કરવા આગ્રહ કરતાં બેંક ગ્રાહકોએ શાખાને સરકાર કે બેંકની વડી કચેરીમાંથી પરીપત્ર આવ્યો હોય તો તેની નકલ આપવા અરજી કરી હતી. પણ શાખા દ્વારા હજુ સુધી અરજીનો ખુલાસો કર્યો નથી. અને શાખા દ્વારા સીનીયર સીટીઝનને અને બેંક ખાતેદારોને બેંકીંગ વ્યવહાર સલામત રીતે ન કરવા દઇને માનસીક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કર્યો હતો. કમીશનમાં બેંક ખાતા ટ્રાન્સફર કરવા દબાણ ન કરે અને તમામ ખાતાઓ રેગ્યુલર કાર્યરત રાખીને માનસીક ત્રાસ આપવા બદલ પ્રત્યેક અરજદારને 15 હજાર ચુકવાનો હુકમ કરવાની માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો