તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:રાયસિંગપુરાની હત્યાનો ભેદ LCBએ ઉકેલી હત્યારા મંગેતરની અટકાયત કરી

ગોધરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોનાં ચાંદીના દાગીના માંગતાં ત્રાસીને મંગેતરે રાતે યુવતીનું ગળું કાપ્યંુ હતું

રાયસીંગપુરાની ભુમીકા વિક્રમસિંહ રાઠોડનું હથિયારથી ગળુ કાપેલી હાલતમાં ગુરૂવારે રાત્રે ખેતરમાંથી મૃતદેહ મળ્યો હતો. અા અંગે વેજલપુર પોલીસ મથકે ગુનો નોધાયો હતો. ગોધરા અેલસીબી બે દિવસમાં હત્યાની ગુંચ ઉકેલી હત્યારા મંગેતરને પકડી પાડયો હતો. મૃતકની સગાઈ પંદર દિવસ અગાઉ મહાદેવીયા ગામે રહેતા જનક ઉર્ફે જગો ઈશ્વરસિંહ સોલંકી સાથે કરી હતી. 23 મેના રોજ લગ્ન યોજાનાર હતા.

પોલીસ દ્વારા યુવતીના મંગેતર જનકની ઘનિષ્ઠ પૂછપરછ દરમ્યાન ભાંગી પડતા ભૂમિકાની હત્યા તેણે જ કરી હોવાનું કબૂલ્યું હતું, વધુમાં જણાવ્યું હતું કે ભૂમિકા અવાર નવાર જનક સાથે દાગીના તેમજ મોબાઈલની માંગ કરતી હતી. તેમજ શારીરિક સબંધ બાંધવા માટે ઇન્કાર કરતી હતી. જેથી જનકે ત્રાસી જઇ ભૂમિકાના ઘરે જઈ તેને પતાવી દેવાનું નક્કી કર્યું હતું. ત્યારે જનક ગત ૬ તારીખે રાત્રીના ભૂમિકાના ઘર બહાર આવી તેને ખેતરમાં બોલાવી હતી. જ્યાં જનકે ભૂમિકાને નજીક ખેંચવાનો પ્રયાસ કરતા ભૂમિકા જનકને હડસેલીને દૂર થઈ ગઈ હતી.

જનકને જણાવ્યું હતુ કે તમારી સાથે દાગીનાની માંગ કરી છે તે અપાતા નથી અને તમે બાયલા છો, કહેતા જનક ઉશ્કેરાયો અને ભૂમિકાને ફરી ખેચવાનો અને શારીરિક સબંધ બાંધવા માટે પ્રયત્ન કર્યો હતો. જેથી ભૂમિકા ધક્કો મારી દૂર જતી રહી. ગુસ્સામાં જનકે ખિસ્સામાંથી ચાકુ કાઢી ભૂમિકાના ગળાના ભાગે મારી હત્યા નીપજાવી હોવાની કબુલાત કરી હતી. જનક દ્વારા સમગ્ર હત્યાના ગુનાની પોલીસ સમક્ષ કબૂલાત કરવામાં આવી હતી. અામ ગોધરા એલસીબી પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં વેજલપુર પોલીસ મથકે નોંધાયેલા હત્યાના ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...