તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકાર તંત્ર:ગોધરામાં જોખમી વીજલાઇન નહીં ખસેડાતાં MGVCLની કામગીરી સામે સવાલો ઉઠ્યાં

ગોધરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
આદમ મસ્જિતમાં કોવિડ સેન્ટર ચાલતું હોય પવનને કારણે વાયરોમાં તથા લાઇનને નુકશાન થાય તો કોરોનાના દર્દીઓના માટે ઉભું થયેલું જોખમ. - Divya Bhaskar
આદમ મસ્જિતમાં કોવિડ સેન્ટર ચાલતું હોય પવનને કારણે વાયરોમાં તથા લાઇનને નુકશાન થાય તો કોરોનાના દર્દીઓના માટે ઉભું થયેલું જોખમ.
  • લાઇન દૂર કરવા માટે 2 વર્ષ પહેલાં નાણાં ભર્યા હોવા છતાં કામગીરી થઇ નથી
  • ધાર્મિક સ્થળ તથા બની રહેલા મકાનો માટે જોખમ
  • વીજકંપનીએ કામગીરી ન કરતા હાલ હયાતની વાડીથી ઈદગાહ રોડ ઉપર જીવંત વાયરો ઝૂલતા જોવા મળે છે

ગોધરાના ગોન્દ્વામાં અાવેલ હયાતની વાડી વિસ્તારમાં જેતે સમયે રહેણાંક વિસ્તાર ન હતો ત્યારે વિજ કંપની દ્વારા વિજ લાઇન પસાર કરાઇ હતી. બાદ ધીરે ધીરે ગોધરાની વસ્તીમાં વધારો થતા લોકોના વસવાટ માટે મકાનો બનતા ગયા તેવીજ રીતે પ્લોટો પાડીને મકાનો તેમજ ધાર્મીક સ્થળો પણ બનતા ગયા.

ત્યારે વિસ્તારના સ્થાનિક રહીશ દ્વારા પસાર થતી જોખમી વિજ લાઇનને દુર કરવા MGVCLમાં લેખીત રજુઅાત કરવામાં અાવી ત્યાર બાદ વિજકંપનીના કર્મચારીઅો દ્વારા સર્વે કરી વિજ લાઇનને દુર કરવા માટે નિયમ અનુસાર વિજ કંપનીમાં નાંણા ભરવાનું જણાવાતા રહીશ દ્વારા વર્ષ 2019ના ફેબ્રુઅારી માસમાં વિજ લાઇન દુર કરવા નાણા જમા કરાવી દીધા હતા. 2 વર્ષ બાદ MGVCL દ્વારા વિજ લાઇન દુર કરવામાં નહી અાવતા વિસ્તારમાં બનતા નવા મકાન તથા ધાર્મીક સ્થળ પાસેથી જીવંત વિજ લાઇન પસાર થઇ રહી છે. જેને કારણે નાંણા ભરવા છતા કામગીરી નહી કરાતા MGVCL સામે અનેક સવાલો ઉઠતા જોવા મળ્યા છે.

વધુમાં અા વિસ્તારમાં અાવેલ આદમ મસ્જિદમાં સરકાર દ્વારા કોવિડ સેન્ટર પણ ચલાવવામાં અાવી રહ્યુ છે. જેમા કોરોના સંક્રમીત દર્દીઅો સારવાર લઇ રહ્યા છે. વિજ કંપની દ્વારા પ્રિમોન્સુન કામગીરી કરવામાં નહી અાવતા હાલ હયાતની વાડીથી ઈદગાહ રોડ ઉપર પસાર થતા 11 કે.વીના જીવંત વાયરો ઝુલતા જોવા મળી રહ્યા છે. ભારે ફુકાતા પવનને કારણે વાયરોમાં પાકીંગ થતા લાઇનને નુકશાન થાય તો કોરોનાના દર્દીઅો માટે જોખમ ઉભુ થાય તેમ છે. મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે. માટે MGVCL દ્વારા ઝુલતા વાયરો તથા જોખમી વિજ લાઇન દુર કરવામાં અાવે તેવી સ્થાનિક લોકોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...