ટુવા અને શહેરાની એન્જિનિયરિંગ કોલેજમાં પરીક્ષાર્થીઓની પરીક્ષા બાદ પેપરની તપાસણી ગાંધીનગર GTU કરી હતી. GTUની બીઇ સેમે.3 અને 5ની પરીક્ષામાં ટુવાની કોલેજના 147 પરીક્ષાર્થીઓ અને ઓમ કોલેજના 71 પરીક્ષાર્થીઓ માસ કોપી કરતાં ઝડપાયા હતા. GTU દ્વારા માસ કોપીમાં સંડોવાયેલા તમામ પરીક્ષાર્થીઓને બોલાવીને તેઓની પૂછપરછ કરી હતી. કેટલાક પરીક્ષાર્થીઓ પાસે પેપર લખાવ્યા હતા. એક સાથે મોટા પ્રમાણમાં માસ કોપીના કેસ મળતાં અન્ય કોલેજમાં આવી પ્રવૃતિ થતી અટકાવવા GTUએ કડક કાર્યવાહી કરી હતી.
GTUની તપાસમાં કુલ 233માંથી 18 પરીક્ષાર્થીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. જયારે 213ને દોષિત માનીને તેઓને 1 વર્ષ સુધી પરીક્ષા આપી શકશે નહિ તેવી લેવલ-3ની સજા અને એકને 3 વર્ષ સુધી પરીક્ષા આપી શકશે નહિ તેવી લેવલ-2ની સજા કરી હતી. જ્યારે ટુવા અને શહેરાની એન્જિનિયરિંગ કોલેજોમાં પરીક્ષામાં માસ કોપી પકડતાં GTUએ બંને કોલેજોને આગામી બે પરીક્ષા માટે કેન્દ્ર રદ કરીને રૂા.1-1 લાખની પેનલ્ટી પણ ફટકારી છે. સાથે ચાલુ સેમેસ્ટર દરમિયાન વિદ્યાર્થીઓએ આપેલી તમામ પરીક્ષા રદ કરી છે. જો ફરીથી આજ કોલેજમાં આવી ગેરરીતિ પકડાશે તો પરીક્ષા કેન્દ્રો હમેશાંના માટે રદ કરવાની જીટીયુએ ચીમકી ઉચ્ચારી છે.
હજુ સુધી ઓફિશિયલ કોઈ લેટર આવ્યો નથી
મને સવારે માસ કોપી બાબતની કાર્યવાહી કરવામાં આવી છે. તે ન્યૂઝ પેપરના આધારે ખબર પડી છે. પણ હજુ સુધી ઓફિશિયલ કોઈ લેટર આવ્યો નથી. લેટર બાદ કઈ કહશ. - જે.આર. પટેલ, ટુવા કોલેજ, સંચાલક.
1 વિદ્યાર્થી 3 વર્ષ સુધી પરીક્ષા આપી શકશે નહિ
જીટીયુની તપાસમાં ટુવા અને શહેરાની કોલેજના વિદ્યાર્થીઓ માસ કોપીમાં પકડાતાં 213 વિદ્યાર્થીઓ એક વર્ષ સુધી પરીક્ષા નહિ આપી શકે અને જ્યારે એક વિદ્યાર્થીને 3 વર્ષ સુધી પરીક્ષા આપી શકશે નહિ તેવી સજા કરી છે. જ્યારે માસ કોપી પકડાયેલ ટુવા અને શહેરાની કોલેજોને 1-1 લાખનો દંડ ફટકાર્યો છે. જો ફરીથી આવી ગેરરીતિ પકડાશે તો કોલેજનું પરીક્ષા કેન્દ્ર હમેશાં માટે રદ કરાશે. - પ્રો.ડો.નવીન શેઠ, જીટીયુ કુલપતિ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.