તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:ભાજપની સામ, દામ, દંડની નીતિ મુદ્દે પંચ. કોંગ્રેસે ઉમેદવારોને સલામત સ્થળે ખસેડ્યા

ગોધરા21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગોધરા પાલિકાની ચૂંટણીમાં ભાજપે ડ્રેમેજ કંટ્રોલ કરવાની કવાયત કરી
 • પાલિકાની ચૂંટણીમાં સાૈથી વધુ વોર્ડ નંબર 2માં 30 ઉમેદવારીપત્રો ભરાયા
 • ગત ચૂંટણીમાં 10થી વધુ બેઠકો બિન હરીફ થતાં કોંગ્રેસ સચેત થયંુ
 • કોંગ્રેસ પ્રમુખ 218 ઉમેદવારો નગરપાલિકાના જંગમાં ઉતર્યા પણ 16મી બાદ ચિત્ર સ્પષ્ટ થશે

પંચમહાલ જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખે ઇચ્છુક ઉમેદાવરોઅે કુલ 1251 ફોર્મ ભરાયા હતા. જેમાં હાલોલની કંજરી બેઠક કોગ્રેસના ઉમેદવારે ફોર્મ ન ભરતાં બેઠક બીનહરીફ ભાજપની ઝોલીમાં અાવી ગઇ હતી. ત્યારે ગોધરા નગર પાલિકાની ચૂંટણી ભાજપ માટે કઠીન બની શકે તેમ છે. અા ચુંટણીમાં નગર પાલિકામાં ભાજપના કાર્યકરોઅે અપક્ષ ઉમેદવારી નોધાવી છે. જેને લઇને ભાજપ પક્ષ નારાજ કાર્યકરને સમજાવવાની તૈયારીઅોમાં લાગી ગયા છે. જિલ્લા પંચાયતની કંજરી બેઠકમાં કોગ્રેસના ઉમેદવારે ફોર્મ ન ભરતાં સ્થાનિક કોગ્રેસ અેલર્ટ થઇ ગઇ છે.

ભાજપ દ્વારા શામ દામ દંડની રાજનીતિને લઇને જિલ્લા, તાલુકા તથા પાલિકાના ઉમેદવારોને સલામત સ્થળે ખસેડવાની કામગીરીમાં લાગી ગયા છે. જેને લઇને ગત જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોગ્રેસના ઉમેદવાર ફોર્મ પરત ખેચવાને લઇને કેટલીક સીટો બિનહરીફ થઇ ગઇ હતી. જેને લઇને ભાજપ કોગ્રેસના ઉમેદવારોને ઉમેદવારીપત્ર પરત ખેંચવા દબાણ ન કરી શકે તે માટે જિલ્લા કોગ્રેસ દ્વારા કોગ્રેસના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકાના ઉમેદવારોને સલામત સ્થળે લઇ ગયા હોવાનું જિલ્લા કોગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું.

જયારે ભાજપ પક્ષ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બેઠકો બિનહરીફ લાવવવા બેઠકો શરૂ કરી દીધી છે. પણ બીજુ બાજી કોગ્રેસ પણ ભાજપની શામ દામ દંડની નીતિ પારખીને ઉમેદવારોને અન્ય સ્થળે ખસેડી દીધા છે. ત્યારે પાલીકાના કેટલાક અપક્ષ ઉમેદવારોઅે પણ મોબાઇલ બંધ કરીને અન્ય સ્થળે જતાં રહ્યા હોવાની ચર્ચોઅો શહેરમાં ટોક અોફ ધી ટાઉન બની હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો