આયોજન:પંચમહાલમાં આજે વડાપ્રધાનના જન્મદિને જનહિતલક્ષી કાર્યક્રમો

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાભાર્થીઓને વિનામૂલ્યે ગેસ કનેક્શનનું વિતરણ કરાશે
  • મુ. બાળ સેવા યોજનાના​​​​​​​ 312 લાભાર્થીઓને મંજૂરી હુકમો અપાશે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના અાજે જન્મદિન નિમિત્તે રાજ્યભરમાં 400થી વધુ સ્થળોએ ગરીબોની બેલી સરકાર કાર્યક્રમોનું આયોજન કરાયું છે. પંચમહાલ જિલ્લામાં પણ કલેક્ટર સુજલ મયાત્રાના માર્ગદર્શન હેઠળ 11 સ્થળોએ વિવિધ જનહિતલક્ષી કાર્યક્રમોનું આયોજન કરાયું છે, જેમાં જિલ્લાના જરૂરતમંદ લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોથી લાભાન્વિત કરાશે.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 યોજના અંતર્ગત આજે દરેક કાર્યક્રમ સ્થળે 100 લાભાર્થીઓને વિનામૂલ્યે ગેસ કનેક્શન પૂરા પાડવામાં આવશે. તથા કોરોના કાળ દરમિયાન માતા કે પિતા ગુમાવનાર જિલ્લાનાં 312 જેટલા બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ પ્રતિ માસ બે હજારની સહાયના મંજૂરી હુકમો પણ વિતરીત કરવામાં આવશે. આ તમામ બાળકોના બેંક ખાતામાં સહાયની રકમ ડી.બી.ટી. મારફત જમા કરાવવામાં આવશે.

મહીસાગરમાં જનહિતકારી કાર્યક્રમોનું આયોજન
લુણાવાડા. સમગ્ર રાજ્યમાં મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને તાલુકાઓમાં 400થી વધુ સ્થળોએ “ગરીબોની બેલી સરકાર” કાર્યક્રમોનું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ નિમિત્તે તા.17 સપ્ટેમ્બર-2021ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મહીસાગર જિલ્લામાં કલેકટર ડૉ. મનિષકુમારના માર્ગદર્શન હેઠળ મહીસાગર જિલ્લામાં વિવિધ પ્રજાહિત કલ્યાણલક્ષી યોજનાઓના કાર્યક્રમ યોજવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...