કાર્યવાહી:ગોધરાની કસ્ટડીમાં આપઘાત કેસમાં PSOને સસ્પેન્ડ કરાયા

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કસ્ટડીમાં આરોપીએ ગળેફાંસો ખાધો હતો

ગોધરા બી ડિવિઝન પોલીસ મથકની કસ્ટડીમાં ગૌમાંસના આરોપી કાસીમ અબ્દુલ્લા હયાતે ગળેફાસો ખાધો હતો. જેને લઇને લઘુમતિ કોમના ટોળાં ઉમટ્યા હતા. પોલીસ મથકના સીસીટીવી કુટેજમાં કાસીમ હયાત જાતે આપઘાત કરતો જણાઈ આવે છે.મૃતક કાસીમ હયાતનું પેનલ પીએમ વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું.

પરંતુ મૃતકના પરિવારજનોએ કાસીમ હયાતને પોલીસે મારમાર્યો હોવાનો આક્ષેપ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરીને મૃતદેહ સ્વીકાર્યો ન હતો. જ્યારે કાસીમ હયાત કસ્ટડીમાં સુસાઈટ કરતા ફરજ પર બેદરકારી દાખવતા બી ડિવિઝનના PSO ને સસ્પેન્ડ કરી દીધો છે. લઘુમતિ સમાજના અગ્રણીઓ અને મૃતકના પરિવારજનોએ બી ડિવિઝન પોલીસ સહિત 7 સામે ફરિયાદ નોંધવાની અને જવાબદારો સામે કાર્યવાહી કરતી લેખિત રજુઆત પંચમહાલના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જજ, કલેકટર, પોલીસ વડા, માનવ અધિકાર પંચ સહિત અન્ય જગ્યાએ કરીને યોગ્ય તપાસ કરીને કાર્યવાહીની માંગ કરી હતી. યોગ્ય તપાસ કરવાની બાંહેધરી મળતાં પરિવારજનો વડોદરા ખાતે મૃતક કાસીમનો મૃતદેહ લેવા ગયાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...