જાહેરનામું:પરીક્ષા કેન્દ્રની આસપાસના વિસ્તારમાં અવરજવર પર પંચમહાલમાં પ્રતિબંધ

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંચમહાલમાં GUJCET-2022ની પરીક્ષાને લઇને જાહેરનામું પડાયું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 18 એપ્રિલ 2022ના રોજ GUJCET – 2022 પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને ધ્યાનમાં રાખીને પંચમહાલ જિલ્લામાં આ પરીક્ષાઓનું સંચાલન સરળતાપૂર્વક થાય, ખંડ નિરીક્ષકો અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વગર નિરીક્ષણ કાર્ય કરી શકે તથા ગેરરીતિ કરવાના પ્રલોભનથી દોરવાયા વગર પરીક્ષાઓ આપી શકે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એમ.ડી. ચુડાસમા દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973ની કલમ-144 હેઠળ મળેલ સત્તાની રૂએ પરીક્ષા કેન્દ્રો ખાતેના સ્થળોથી 200 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં તમામ મકાનો, જગ્યા, સ્થળ અને વિસ્તારોમાં નિયંત્રણો જાહેર કરતું જાહેરનામું બહાર પાડ્યું છે.

આ જાહેરનામા હેઠળ જિલ્લાના પરીક્ષા કેન્દ્રોએ તા. 18મી એપ્રિલ, 2022નાં રોજ સવારના 9 થી 16 કલાક સુધીનાં સમયગાળા માટે ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઈ બિનઅધિકૃત વ્યક્તિઓના અવરજવર કરવા ઉપર, કોઈપણ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા કે કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવા ઉપર કે પરીક્ષાર્થીઓને શાંતિ-લેખન કાર્યમાં અડચણ-વિક્ષેપ થાય તેવું કોઈ કૃત્ય કરવા-કરાવવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પરીક્ષામાં થતી ગેરરીતિ અટકાવવાના હેતુથી પરીક્ષા કેન્દ્રથી 3 કિમીનાં વિસ્તારમાં આવેલ ઝેરોક્ષ કોપિયર, ફેક્સ મશીન સંચાલકોએ કોપિયર મશીનોનો ઉપયોગ પરીક્ષાના દિવસે સવારના 8 થી પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી સદંતર બંધ રાખવાના રહેશે. આ હુકમનો ભંગ વ્યક્તિ ઈન્ડિયન પીનલ કોડની કલમ-188 હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.

અન્ય સમાચારો પણ છે...