તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • Progressive Women Farmers Became Self reliant In Vandeli, Setting An Example For Farmers By Conducting Successful Experiments In Organic Farming

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્ગદર્શન:પ્રગતિશીલ મહિલા ખેડૂત વંદેલીમાં આત્મનિર્ભર બન્યા, સજીવ ખેતીમાં સફળ પ્રયોગો કરી ખેડૂતો માટે ઉદાહરણરૂપ

ગોધરા18 દિવસ પહેલા
 • કૉપી લિંક
ગાયના મળ-મુત્રનો ઉપયોગ કરીને પ્રાકૃતિક ખેતી કરવાનું શરૂ કર્યુ. - Divya Bhaskar
ગાયના મળ-મુત્રનો ઉપયોગ કરીને પ્રાકૃતિક ખેતી કરવાનું શરૂ કર્યુ.
 • આત્મનિર્ભર યોજના હેઠળ કચેરીએ જઇ માર્ગદર્શન મેળવ્યું

સંજીવ અને પ્રાકૃતિક ખેતીનો સમન્વય ખેડૂત મિત્રોને નજીવા ખર્ચે પર્યાવરણ પ્રિય કૃષિ ઉત્પાદન કરવામાં અને નફાનું ધોરણ વધારવામાં મદદરૂપ થઈ રહી છે. આવા જ એક કિસ્સામાં મોરવા (હ) તાલુકાના વંદેલી ગામના મહિલા પ્રગતિશીલ ખેડૂત ગીતાબેન દિલીપભાઈ બારીયાએ ખંતપૂર્વક મહેનત કરીને સ્થિર આવક ઉભી કરી, પગભર બનીને કુટુંબ તેમજ ગામમાં આગવી ઓળખ ઉભી કરી છે.

શરૂઆતમાં સમાજમાં રહી અમુક સામાજિક બંધનો-પરંપરાઓના લીધે માત્ર ઘર કામ કરતા અને ઘર તેમજ કુટુંબના વડીલો કહે તે રીતે કામ કરીને ગીતાબેને જીવન પસાર કરવાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ પ્રાથમિક શાળામાં બાળકોના મધ્યાહન ભોજન માટે સંચાલકની સેવા આપવાની શરૂઆત કરી. આ સેવા કરતા તાલુકામાં મીંટીગ દરમિયાન તેમને આત્મા કચેરી અંતર્ગત ચાલતી પ્રવૃત્તિઓ વિશે જાણ થઈ. તેમના મારફતે બીજા તેમના જેવા જ થોડા આગળ પડતા ખેડુતોની મુલાકાત કરી અને આધુનિક ખેતી અને સજીવ ખેતી વિશે માર્ગદર્શન મેળવ્યું.

એક સ્ત્રી હોવા છતા આત્મવિશ્વાસ પૂર્વક આત્મા પ્રોજેક્ટમાં ગ્રુપ લીડર તેમજ ગામમાં ખેડુત મિત્ર તરીકે સેવા આપવાનું શરૂ કર્યુ. આત્મા પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા બહારની તાલીમમાં વર્મી કમ્પોસ્ટ બનાવવા સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન મેળવ્યું. તેમણે પોતે નાનાપાયે વર્મી કમ્પોસ્ટ બનાવવાનું શરૂ કરી એક થી બે મહિના સંઘર્ષ દરમ્યાન સફળપૂર્વક વર્મી કમ્પોસ્ટ બનાવ્યું. પોતાના ઘર આંગણે શાકભાજી અને મકાઇમાં તેનો ઉપયોગ કરી પરિણામ સારૂ મળતાં નિર્ણય કર્યો કે તેઓ ખેતીમાં આગળ વધશે.

તેમણે આત્મનિર્ભર યોજના હેઠળ ગાય નિભાવ ખર્ચ મેળવીને દેશી ગાયના મળ-મુત્રનો ઉપયોગ કરીને પ્રાકૃતિક ખેતી કરવાનું શરૂ કર્યુ. શૂન્ય બજેટની ખેતીથી પ્રાકૃતિક ખાતર, જીવાત નિયત્રણ દવાઓ બનાવી ઉપયોગ કરીને અન્ય બહેનોે પણ ખેતીમાં સારી આવક મેળવી શકે તે માટે માર્ગદર્શન આપ્યું.

હાલમાં તેમણે સજીવ અને પ્રાકૃતિક ખેતી પેદાશોનું જેવા કે આદુ, પતરવેલ, તુવર પાપડી અને લીલી મકાઇ જાતેજ બજારમાં વેચાણ કરે છે અને તેમાંથી રૂ.1થી 1.5 લાખ સુધીની વાર્ષિક આવક મેળવી રહ્યા છે. વધુમાં સ્વ સહાય જુથો બનાવીને પણ તેઓએ અન્ય બહેનોને મદદરૂપ થઇને સમાજમાં સ્ત્રી શકિતનો પરિચય આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો