તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ગોધરા APMCના ચેરમેનની પાનમ સિંચાઈ યોજનાનું પાણી આપવા મુ.મંત્રીને રજૂઆત

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડાંગરનો પાક નિષ્ફળ જાય તે પહેલા પાણી આપવા માગ

હાલ રાજ્ય સહિત પંચમહાલમાં ચોમાસુ જોઇઅે તેવુ જામ્યુ નથી જેને લઇને અાગામી દિવસોમાં પાણીની સમસ્યા ઉભાી થાય તેવુ જોવા મળી રહ્યુ છે. જ્યારે બીજી તરફ શરૂઅાતમાં સારો વરસાદ થતા જિલ્લાના ખેડુતોઅે મોંઘા ભાવનું બિયારણ લાવી ખેતરમાં નાંખી મબલખ પાકની અાશા રાખી હતી. પરંતુ પાછળથી વરસાદે હાથતાળી અાપતા માથેહાથ દઇને રોવાનો વારો અાવશે તેવી ચિંતા હાલ ખેડુતોને સતાવી રહી છે. ત્યારે હાલ સરકાર દ્વારા જળાશયોના પાણી સિંચાઇ માટે અાપવામાં અાવી રહ્યા છે. પંચમહાલ જિલ્લામાં પાનમ સિંચાઈ યોજના આવેલી છે.

હાલ સિંચાઈનું પાણી ચાલુ છે. ગોધરા તાલુકાના રામપુર જોડકાં, કલ્યાણા, ચાંચપુર, જોડકાં, વટલાવ, ભીમા, ધનોલ, ગોલી, ગવાસી, અસારડી વિગેરે ગામો પાનમ યોજનાના કમાન્ડ વિસ્તારમાં અાવતા હોવાથી ખેડૂતોએ ડાંગરના પાકની રોપણી કરેલ છે.

વરસાદ ખેંચતા ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તેવી શક્યતા રહેલી છે. અને લાખોનું ડાંગરનો પાક પાણી બગડી જાય તેમ છે. જેને કારણે વિસ્તારના સરપંચો અને ખેડૂત પ્રતિનિધિઓ સિંચાઈનું પાણી આપવા APMCના ચેરમેન રાજેન્દ્રસિંહ ચૌહાણ રજુઆત કરતા. ચેરમેને મુખ્યમંત્રીને સિંચાઈનું પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરવા લેખિત રજુઆત કરી માંગણી કરવામાં અાવી છે.

અન્ય સમાચારો પણ છે...