તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ગોધરાના પંડિત દિનદયાળ ઉપાધ્યાય શાકમાર્કેટમાં CCTV કેમેરા માટે રજૂઆત

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાકના વેપારી તથા લોકો દ્વારા કચરો નાંખવામાં આવી રહ્યો છે

ગોધરા શહેરમાં શહેરી જનો શાકભાજી તથા ફ્રુટની ખરીદી કરવા માટે ગોધરા શહેરમાં નગર પાલિકા સંચાલિત પંડીત દિનદયાળ ઉપાધ્યાય જહુરપુરા શાકમાર્કેટમાં જતા હોય છે. ત્યારે ખેડૂતો અને નગરજનોના આરોગ્યની સુરક્ષા, સ્વચ્છતા અને અસામાજીક તત્વો સામે રક્ષણ આપવા સીસીટીવી કેમેરા તથા સુપરવાઇઝર સાથે સુસજજ કરવું ખુબજ જરૂરી હતું. અને તે માટે જિલ્લા સંકલન સહિત માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ દ્વારા નગરજનોની માંગણીને ધ્યાને અનેક રજુઆતો થયેલ હતી. ત્યાર બાદ આ જગ્યાએ સીસીટીવી કેમેરા મુકવામાં આવેલા છે.

પરંતુ શાક માર્કેટમાં લાખો રૂપિયાના ખર્ચે લગાવવામાં અાવેલા સીસીટીવી કેમેરા લગાવ્યા બાદ તેનો ઉપયોગ શરૂ ન થવાથી લોકો બિંદાસ શાકમાર્કેટની અંદર કચરો નાંખી રહ્યા છે. તંત્ર શુ સીસીટીવી લોકાર્પણનો કાર્યક્રમ યોજી તેને કાર્યરત કરશે ત્યાર સુધીમાં તો કદાચ કેમેરા ચોરાઇ કે ખરાબ પણ થઇ જાય તો નવાઇ નહી. પરંતુ હાલતો મોટા પ્રમાણમાં શાક માર્કેટમાં કચરાનો જથ્થો જમા થઇ ગયેલ છે. શાકમાર્કેટ બહારની બાજુમાં પણ દિવસ- રાત્રીની સફાઈની કામગીરી પણ નિયમિત રીતે થતી નથી.

કેમેરા બંધ હોવાથી કચરો નાંખતા ઇસમોની જાણ થતી નથી. જેથી સીસીટીવીનો ઓનલાઇન કરવા તથા તેને ઉપયોગમાં લેવો જરૂરી બની ગયેલ છે. શાકમાર્કેટમાં હજારોની સંખ્યામાં નગરજનો આવતા હોઇ, વધુ પ્રમાણમાં ગંદકી રહેતી હોઈ ખેડૂતો અને આજુબાજુના રહીશો સાથે વેપાર ધંધો કરનાર લોકોના આરોગ્યને નુકશાન ન થાય તે માટે પાલિકા તંત્ર દ્વારા નિયમિત સફાઇ કરાવવા અને સીસીટીવી કેમેરાનો સત્વરે જનહિતમાં ઉપયોગ લેવામાં અાવે તેવી માંગ સ્થાનિક રહીશ મહેશ મંજનની દ્વારા કરવામાં અાવી છે.

અન્ય સમાચારો પણ છે...