તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

भाભાસ્કર વિશેષ:ત્રીજી લહેરની તૈયારી : ગોધરા રેન્જ પોલીસને તાલીમ, દશામા અને મહોરમની પૂર્ણાહુતિ ઘરે કરવાની અપીલ

ગોધરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પંચમહાલ, દાહોદ તથા મહિસાગરના પોલીસ મથકના અેક અેક કર્મીની પંસદગી કરી ટીમ બનાવી

પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા આગામી સમયમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે જાનહાનિ ટાળવા માટે આયોજનના ભાગરૂપે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના તમામ પોલીસમથકે ફરજ બજાવતા એક-એક પોલીસકર્મીઓ પસંદગી કરીને ટીમ બનાવવામાં આવી હતી, જેનાં માટે ખાસ તબીબી તાલીમનું ગોધરા ખાતે આવેલ જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે આયોજન કર્યું હતું, જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક સહિત આમંત્રિત તબીબ દ્વારા મહત્વની જાણકારી પૂરી પાડી હતી.

વૈશ્વિક મહામારી કોરોનાની પ્રથમ લહેર બાદ ઉદભવેલી બીજી લહેર ઘાતક નીવડી હતી, પ્રજાની સેવામાં સતત ખડેપગે રહેતા પોલીસ કર્મીઓએ પણ કોરોનાની બીજી લહેર દરમિયાન જીવ ગુમાવ્યો હતો, ત્યારે સંભવિત ત્રીજી લહેર ઉદભવે તો તેની સામે કેવી રીતે લડત આપી શકાય તે માટે પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા ખાસ તાલીમનું આયોજન કર્યું હતું.

મહીસાગર જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિ અને સિવિલ હોસ્પિટલના તબીબની ઉપસ્થિતિમાં ગોધરા શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આવેલ જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે ગુરૂવારે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગોધરા રેન્જમાં આવેલા પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં આવેલા તમામ પોલીસમથકે ફરજ એક એક કર્મચારીઓને તાલીમમાં બોલાવવામાં આવ્યા હતા.તો ગોધરા શહેરમાં આવેલ જનરલ હોસ્પિટલના તબીબને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા.

નાગરિકોને આગામી તહેવારોને સ્વયંશિસ્ત સાથે ઉજવવા માટે કલેક્ટર અને પોલીસ વડાએ જણાવ્યું
દાહોદ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી અને પોલીસ વડા હિતેશ જોયસરે દશામાંના મૂર્તિ વિર્સજન અને મહોરમનાં તહેવારો અનુસંધાને પ્રજાજોગ અપીલ કરતા જણાવ્યું હતું કે, નાગરિકો કોરોનાની ત્રીજી લહેરની શકયતાને ધ્યાને રાખીને આગામી તહેવારોમાં સ્વયંશિસ્ત દાખવે.

દશામાંનું મૂર્તિ વિર્સજન કોઇ જાહેર સ્થળે કરવાનું નથી. કોરોના સંક્રમણને ધ્યાને લેતા ઘરે જ મૂર્તિ વિર્સજન કરવામાં આવે તે વધુ યોગ્ય છે. મહોરમમાં પણ તાજીયા ઠંડા કરવાનું પણ પોતાના વિસ્તાર કે ફળિયામાં કોરોનાની તમામ સાવચેતીઓ માસ્ક-સામાજિક અંતર સહિતની બાબતોનું ચુસ્ત પાલન કરીને કરવાનું રહેશે. આગામી સમયમાં ત્રીજી લહેરની શકયતા હોય આગામી તહેવારો નાગરિકો સ્વયંશિસ્ત સાથે ઉજવે.

અન્ય સમાચારો પણ છે...