સાવચેતી:ઉનાળામાં પાણીની અછત સર્જાવાની સ્થિતિ જોતાં ટેન્કરનાં આયોજનની પૂર્વ તૈયારીઓ

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંચમહાલમાં એપ્રિલ મહિનામાં અત્યાર સુધી 450 હેડપંપ રિપેર કરાયા

પંચમહાલ જિલ્લામાં ઉનાળા દરમિયાન પાણીની અછતની સ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા જિલ્લા પાણી સમિતીની બેઠક યોજાઈ હતી. જેમાં ગોધરાનાં ધારાસભ્ય સી.કે.રાઉલજી, હાલોલનાં ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને કાલોલનાં ધારાસભ્ય સુમનબેન ચૌહાણ સહિતનાં ઉપસ્થિત રહી ઉનાળામાં પાણી પુરવઠાની જરૂરી આપૂર્તિ સુનિશ્ચિત રહે તે માટે માર્ગદર્શન-સૂચના આપી હતી. નર્મદા મુખ્ય નહેરમાંથી ઉપાડવામાં આવતા પાણીનાં જથ્થા, ઉપલબ્ધ પાણીનાં જથ્થાની વિગત, જૂથ પાણી પુરવઠા યોજના માટે ડેમમાંથી ઉપાડતા પાણીનાં જથ્થાની તથા ઉપલબ્ધ પાણીનાં જથ્થાની વિગત, હયાત જૂથ પાણી પુરવઠા યોજનાઓની કામગીરીની સ્થિતિ તેમજ પ્રગતિ હેઠળ રહેલી જૂથ યોજનાઓ અને આયોજન હેઠળની જૂથ પાણી પુરવઠા યોજના અંગે તેમણે વિગતવાર માહિતી મેળવી હતી.

ઉનાળા દરમિયા પાણીની અછત સર્જાવાની સ્થિતિમાં ટેન્કરનાં આયોજનની પૂર્વતૈયારીઓ, હેન્ડપંપ રિપેરિંગ સંબંધિત ચાલી રહેલી કામગીરી, અછત માસ્ટર પ્લાન, નલ સે જલ કાર્યક્રમ હેઠળ આપી રહેલા ઘર-જોડાણ સહિતની બાબતો અંગે ઝીણવટભરી માહિતી મેળવી વિસ્તૃત ચર્ચા-આયોજન કર્યા હતા. પાવાગઢ ડુંગર તેમજ ગામમાં પાણીનાં પૂરતા જથ્થાની આપૂર્તિ સુનિશ્ચિત કરવા સબંધિત સૂચના આપી હતી.

હેન્ડપંપ રિપેરિંગ માટે જિલ્લામાં 20 જેટલી ટીમો કાર્યરત કરવામાં આવી છે. એપ્રિલમાં અત્યાર સુધી 460 કરતા વધુ હેન્ડપંપ રીપેર કરવામાં આવ્યા છે. કલેક્ટરે બાકી યોજનાઓને સત્વરે પૂર્ણ કરી, જરૂરી ચકાસણી કરી કાર્યરત કરવા, હેન્ડપંપ રિપેરીંગ માટે હેલ્પલાઈન જાહેર કરવા તેમજ રિપેરિંગ સહિતનાં કામોની ગુણવત્તાની સઘન ચકાસણી નિયમિત રીતે કરવા, રિપેરિંગ સંસાધનોનાં યોગ્ય વિતરણ સંબંધિત નિર્દેશો આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...