• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • Prakashmaparva Will Be Celebrated In Panchmahal Dahod Today, Chopda Pujan In Auspicious Moments, Annakoot Will Be Held In Temples

ઉજવણી:પંચમહાલ-દાહોદમાં આજે ધૂમધામથી પ્રકાશપર્વ ઉજવાશે, શુભ મૂહૂર્તમાં ચોપડા પૂજન, મંદિરોમાં અન્નકૂટ યોજાશે

ગોધરા, /દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આતશબાજી અને મીઠાઇ સાથે ઉજવણી કરાશે : રંગબેરંગી રંગોળીઓથી આંગણા શોભશે

કાળીચૌદશનાપર્વ નિમિત્તે ગોધરા શહેર સહિત પંચમહાલ તથા મહિસાગર -દાહોદ જિલ્લામાં આવેલા હનુમાનજી મંદિરોમાં વિશિષ્ટ પુજા અર્ચના કરવા ભક્તો ઉમટી પડ્યા હતા. ઉપરાંત જિલ્લાવાસીઓ આજે ધામધુમપુર્વક દિવાળીની ઉજવણી કરશે. દિવાળીને અનુલક્ષીને ગોધરા શહેર સહીત જિલ્લાના બજારોમાં ભીડભાડના દ્રશ્યો સર્જાવાની સાથે વિવિધ વિસ્તારોમાં ચહલપહલ રહી હતી. આમ ચારે તરફ દિવાળીનુ વાતાવરણ સર્જાવાની સાથે પ્રકાશનું પર્વ મનાવાશે.

દૈવિક શક્તિને વશ કરવા મનાવતા કાળીચૌદશ પર્વ બટુક ભૈરવ, કાળભૈરવ, મહાકાળી પુજા તેમજ હનુમાનજીની સાધના માટે ઉત્તમ દિવસ મનાય છે. પંચમહાલ જિલ્લાના ગોધરા, હાલોલ, કાલોલ, જાંબુઘોડા, શહેરા ઉપરાંત મહીસાગર જિલ્લાના લુણાવાડા, સંતરામપુર, કડાણા, દિવડા કોલોની સહિતના તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા હનુમાનજી સહિતના મંદિરમાં વહેલી સવારથી ભક્તોની ભીડભાડ જામી હતી. જે છેક મોડી રાત સુંધી ભક્તોની કતાર નજરે પડતી હતી.

ખાસ કરીને ગોધરા શહેરના પથ્થર તલાવડી, વાવડી મંદિર, બેઢિયા સ્થિત હનુમાનજી મંદિરમાં ભકતો કાળાતલ, તેલ, શ્રીફળ, સિંદુર જેવી સામગ્રીનો શ્રદ્વાભેર ભોગ ધરાવાયો હતો. જ્યારે લુણાવાડા તાલુકાના મલેકપુર તથા લુણાવાડાના વેરી હનુમાનજી મંદિરમાં પણ દર્શનાર્થિઓનું માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. કાળીચૌદશના દિવસનો અપાર મહિમા હોવાથી દર્શનાર્થીઓએ કાળભૈરવ દાદાના પણ દશર્ન કર્યા હતા. તેમજ તાંત્રીકોએ તાંત્રીકવિધી માટે શુભ ગણાતા રાત્રીએ વિધીઓ પણ કરી હોવાનું કહેવાય છે.

બીજી તરફ દિવાળી પર્વને અનુલક્ષીને પંચમહાલ તથા મહીસાગર જિલ્લાવસીઓ રહેણાંક મકાન, દુકાન સહિતની સંસ્થાઓને રંગબેરંગી રોશનીથી શણગારી છે. તેમજ પોતના મકાનના આંગણે રંગોળી રચી હતી. દિવાળીને અનુલક્ષીનેગોધરા શહેર સહિત પંચમહાલ જિલ્લાના બજારોમાં રાત્રી સંધી ચહલ પહલ રહી હતી. તહેવારને અનુલક્ષીને લોકોની ખરીદી માટે અવર જવર રહેતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. માર્ગો ઉપર વાહનોની અવર જવર રહેતા એસટી બસો તથા ખાનગી વાહનો ચિક્કાર પસાર થતા હતા.

આસ્થા, ઉમંગ અને પ્રકાશના પર્વ દિવાળીની બુધવારના રોજ દાહોદ જિલ્લામાં ધુમધામથી ઉજવણી કરવામાં આવશે. ફટાકડા તેમજ મીઠાઇ દ્વારા તહેવારોના રાજા દિવાળીની ઉજવણી કરવા માટે લોકોમાં અનેરો થનગનાટ જોવા મળ્યો હતો. દિવાળી નિમિત્તે શુભ મુહૂર્તમાં ચોપડા પૂજન પણ કરવામાં આવશે.દાહોદ જિલ્લામાં દિવાળી, નૂતન વર્ષ, ભાઇ બીજ આગામી ત્રણ દિવસ ઉત્સાહનો માહોલ જ જોવા મળશે. દિવાળી માટે નવા વસ્ત્રો, ઘરના સુશોભનની ચીજવસ્તુ, મીઠાઇ, ફટાકડા ખરીદવા માટે દાહોદ શહેરમાં મોડી રાત સુધી ધમધમાટ જોવા મળ્યો હતો. આ સાથે મંદીરોમાં અન્નકુટના આયોજનો પણ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...