તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રીજી લહેરની પૂર્વતૈયારી:સંભવિત ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થવાની શકયતા, 200 બેડ ઊભા કરાશે

ગોધરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પંચમહાલ જિલ્લા વહીવટી તંત્રે ત્રીજી લહેરની પૂર્વતૈયારીઓ ચાલુ કરી

કોરોના મહામારીની પહેલ લહેર બાદ બીજી લહેર અાવતાં રાજયનું તંત્ર ઉધતું ઝડપાતા બીજી લહેરમાં મૃત્યુ અાંકમાં અનેક ધણો વધારો થયો હતો.હાલ કોરોના વાયરસની બીજી લહેર સમાપ્ત થવાના આરે છે ત્યારે પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અગમચેતી વાપરી ત્રીજી લહેરની સંભાવનાને ધ્યાનમાં રાખીને પૂર્વતૈયારીઓ હાથ ધરી છે. કોરોના વાયરસની ત્રીજી લહેરમાં બાળકો વધુ સંક્રમિત થવાની શક્યતા ધ્યાને રાખીને તંત્ર દ્વારા પૂર્વતૈયારીઓમાં બાળકો માટે ખાસ વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ત્રીજી લહેરનો સામનો કરવા માટે બાળકો માટે તાજપુરા કોવિડ હોસ્પિટલ ખાતે 100 અને ગોધરા સિવિલ હોસ્પટિલ ખાતે 100 એમ કુલ મળી 200 પથારીઓની વ્યવસ્થા કરવામાં આવશે. જે પૈકી 50 જેટલા બેડ ઓક્સિજન બેડ હશે. તેમજ 20 નિઓનેટલ વેન્ટિલેટર્સ બેડ હશે.નિષ્ણાંતો દ્વારા કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો વધુ સંક્રમિત થાય તેવી સંભાવના દર્શાવવામાં આવી છે ત્યારે આ સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને વ્યવસ્થાનું આયોજન અને પૂર્વતૈયારીઓ કરવામાં આવ્યા છે.

બાળકોમાં કોરોના મેનેજમેન્ટને લઈને પિડીયાટ્રીશ્યન્સ, પેરા મેડિકલ સ્ટાફ અને આરોગ્યકર્મીઓની તાલીમ હાથ ધરવામાં આવી છે. બાળકોની સ્થિતિને ધ્યાને રાખીને તેમના માટે જરૂરી દવાઓ પ્રવાહી સ્વરૂપની હોય છે. તેથી આવી દવાઓની ખરીદી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, બાળકોના કોરોના વોર્ડ ચાઇલ્ડ ફ્રેન્ડલી બને એવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

જિલ્લામાં 9 PSA પ્લાન્ટ્સનું આયોજન
બીજી લહેરમાં અોકસીજનની ભારે અછત સર્જાઇ હતી. જેથી ત્રીજી લહેરમાં અોકસીજનની ખતપ વધે તો તે સંભાવનાને ધ્યાનમાં રાખીને વધુ 9 પીએસએ પ્લાન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે, જે પૈકી 2 પ્લાન્ટ્સ-એક ગોઠડા ખાતે એક તાજપુરા ખાતે કાર્યરત થઈ ગયા છે. જયારે ઘોઘંબામાં 2, જાબુંઘોડામાં 1, ગોધરા નર્સીગમાં 2, કાલોલમાં 1,શહેરામાં 1 તથા મોરવા(હ)માં 1 અોકસીજન પ્લાન્ટ તેયાર કરવામાં અાવશે.

અન્ય સમાચારો પણ છે...