તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવા વર્ષના આગમનને આડે બે ત્રણ દિવસ રહ્યા છે. ત્યારે નવા વર્ષની ઉજવણી કરવા યુવાધન થનથગની રહ્યું છે. ત્યારે હાલ કોરોનાની મહામારીને લીધે નવા વર્ષની ઉજવણી પણ અન્ય તહેવારોની જેમ ફીકી પડશે તેમ લાગી રહ્યું છે. જયારે ખ્રીસ્તી ઓ દ્વારા આ વર્ષે સાદાઇથી નવા વર્ષનીની વધામણી કરાશે. ત્યારે યુવાધન દ્વારા દર વર્ષે ફાર્મ હાઉસ કે ખેતરમાં તેમજ બાયપાસ રોડ ઉપર નવા વર્ષની વધામણી કરવા ઉમટી પડે છે.
હાલ કોરોનાની મહામારીને લઇને પોલીસ વિભાગ દ્વારા આ વર્ષે રસ્તાઓ કે ફાર્મ હાઉસ પર પાર્ટીઓ ઉજવણી કરનારઓપર બાજ નજર રાખવામાં આવશે. જિલ્લા પોલીસવડાના જણાવ્યા અનુસાર ગોધરા શહેરમાં સિવિલ હોસ્પીટલથી લઇને બામરોલી રોડ ઉપર ચુ્સ્ત પોલીસ બદોબસ્ત ગોઠવશે. ગોધરાની બાયપાસ રોડ ઉપર તેમન હાઇવેની હોટલો પર પોલીસ બાજ નજર રાખશે.
તેમજ રાત્રે બાઇકો લઇને નીકળી પડતાં યુવાને પર લગામ લગાવવા ચર્ચ પાસે, બસ સ્ટેન્ડ સહીતના વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલીગ કરાશે. જયારે જિલ્લામાં નવા વર્ષની ઉજવણી કરવા ફાર્મ હાઉસ કે ખેતરમાં ભેગા થતાં લોકો પર પોલીસ ખાસ નજર રાખશે. હોટલ કે ખાણી પીણાી લારીઓ પર ટોળાં ભેગા ના થયા તેની પોલીસ ખાસ કાળજી રાખશે. ગોધરા તેમજ આસપાસના ફાર્મ હાઉસ પર પોલીસ બાજ નજર રાખીને કાર્યવાહી કરશે. આ વર્ષે નવા વર્ષની ઉજવણી કરતા પોલીસના હાથે પકડાયા તો ભારે પડી શકે તેમ છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.