કાર્યવાહી:ગદુકપુર પાસેથી કન્ટેનરમાંથી 33 પશુઓને પોલીસે બચાવ્યા

ગોધરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 ઇસમોને પકડીને તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો
  • રોકડ, મોબાઇલ, કન્ટેનર મળીને 14.16 લાખની મતા જપ્ત

લુણાવાડા તરફથી એક કન્ટેનરમાં કતલ કરવાના ઇરાદે પશુઓને ભરીને વડોદરા તરફ લઇને જવાના છે તેવી બાતમી એસઓજી પીઆઇને મળી હતી. જેના આધારે પોલીસે ગોધરાના ગદુકપુર ખાતે ભાજપના કાર્યાલય પાસેના રોડ ઉપર વોંચ ગોઠવી હતી. બાતમીવાળુ કન્ટેનર આવતાં પોલીસે રોકીને કન્ટેનરમાં તપાસ કરતાં પાણી કે ખાસચારોની સગવડ વગર દોરડા વડે ક્રૂરતાપુર્વક 33 બળદો બાંધેલા મળી આવ્યા હતા.

પોલીસે કતલે જતાં પશુઅોને બચાવીને પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા. પોલીસે કન્ટેનરમાંથી રાજસ્થાનના મુનીરખાન સવાઇખાન, ઇબ્રાહીમ જુમ્માખાન તથા સાદીકઅલી બાબુખાને પકડી પાડયા હતા. પોલીસે તપાસ કરતાં રોકડા રૂા.73010 તથા 3 મોબાઇલ મળી આવ્યા હતા. પુછપરછ કરતાં તેઅોને રાજસ્થાનના ઇસ્લામપુરા ખાતેથી મુબારીક નજીરખાને 33 ગાૈવંશને ભરીને માલેગાંવના સુલતાનને આપવાના કહ્યા હતા. પોલીસે 14,16,010ની મત્તા જપ્ત કરી કાર્યવાહી કરી.

અન્ય સમાચારો પણ છે...