તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રાવણિયો જુગાર:વેજલપુરના ખરસલીયા ગામેથી 7 જુગારીઓને પોલીસે ઝડપાયા

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વેજલપુરના ખરસલીગા ગામે અાવેલા ખુ્લ્લા ખેતરમાં બેટરીના અજવાળે હારજીતનો જુગાર રમાઇ રહ્યો છે. તેવી બાતમી વેજલપુરના પોસઇ અાર.ડી.ચાૈધરીને મળી હતી. પોલીસે બાતમી વાળા સ્થળે છાપો મારતા ગોળકુંડાળું કરીને બેટરીના અજવાળે જુગારીઅો પાનાપત્તાનો જુગાર રમી રહ્યા હતા. પોલીસે કોર્ડન કરીને જગદીશભાઇ કોહ્યાભાઇ સોલંકી, અંકિતકુમાર કીરણભાઇ પટેલ, અલ્પેશકુમાર પ્રવિણસિહ સોલંકી, તખતકુમાર ગેમાભાઇ સોલંકી, સુનિલકુમાર ગણપતભાઇ પટેલ, નરેશભાઇ રમેશભાઇ સોલંકી તથા મહેશભાઇ નરવતભાઇ સોલંકીને પકડી પાડયા હતા. પોલીસે અંગઝડતી અને દાવ પરના રૂા.10870 તથા ચાર નંગ મોબાઇલ મળીને કુલ રૂા. 20870નો જુગારનો મુદ્દામાલ કબજે કરીને સાત જુગારીઅો અને નાસી ગયેલા જુગારીઅો વિરુદ્ધ વેજલપુર પોલીસ મથકે ફરીયાદ નોધીને કાર્યવાહી કરી હતી.

પરોલી ગામ પાસેથી 6 જુગારીઅો ઝડપાયા
ગોધરા. ઘોઘંબાના પરોલી ગામે ખરસલ ફળીયામાં ખુલ્લી જગ્યામાં પાના પત્તાનો જુગાર રમાઇ રહ્યો હોવાની બાતમી રાજગઢ પોલીસને મળી હતી. પોલીસે બાતમીવાળી જગ્યાઅે છાપો મારીને રોહીતભાઇ ભીખાભાઇ બારીઅા, અરવિંદભાઇ ભારતભાઇ બારીઅા, ઇશ્વરભાઇ કોયાભાઇ , દેવેન્દ્રકુમાર અરવીંદભાઇ મકવાણા, વિઠ્ઠલભાઇ બચુભાઇ બારીઅા તથા ધમાભાઇ ભારતભાઇ બારીઅાને પકડી પાડયા હતા. જયારે સુભાષભાઇ બાબરભાઇ જાદવ તથા કીરીટભાઇ નાસી ગયા હતા. પોલીસે દાવ અને અંગ ઝડતી કરીને રૂા.5770નો મુદ્દામાલ કબજે કરીને રાજગઢ પોલીસ મથકે 8 જુગારીઅો વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી.

વાંસાપુર ગામ પાસેથી 3 જુગારીઅો પકડાયા
વાંસાપુર ગામે બાવળની ઝાડીઅોમાં પાનાપત્તાનો જુગાર રમાઇ રહ્યો છે. તેવી બાતમી બી ડીવીઝન પોલીસને મળી હતી. પોલીસે બાતમી વાળા સ્થળે રેઇડ કરતાં અફરા તફરી મચી જવા પામી હતી. પોલીસે હારજીતનો જુગાર રમતાં સુફીયાન મોહમંદ સઇદ અમદી, રમજાની ઉફે અબુલીયો મોહમદ રફીક ચુચલા, રફીક ઉફે ભોપો અબ્દુલમજીદ કલંદરનાને પકડી પાડયા હતા. જયારે પોલીસને ચકમો અાપીને જુનેદ સિદ્દિક કાલુ ઉફે ડગલ તથા અારીફ સિદ્દીક કાલુનાઅો નાસી ગયા હતા. પોલીસે દાવ અને અંગઝડતી મળીને કુલ રુા.3120નો મુદ્દામાલ કબજે કરીને તમામ જુગારીઅો વિરુદ્ધ ગોધરાના બી ડીવીઝન પોલીસ મથકે ફીરયાદ નોધી હતી.

ઝાલોદમાં ખુલ્લામાં શ્રાવણિયો જુગાર રમતાં 4 ખેલીઓ ઝડપાયા
ઝાલોદ સીસી ગ્રાઉન્ડની પાછળ ખુલ્લામાં શ્રાવણીયા જુગાર પર ઝાલોદ પોલીસે ઓચિંતો છાપો મારી રૂા.2660 રોકડા સાથે ચાર ખેલિઓને ઝડપી પાડ્યા હતા. શ્રાવણ માસ શરૂ થતાં શ્રાવણિયો જુગારીઓ કેટલાક ઘરોમાં કે ખુલ્લી જગ્યામાં જુગાર રમવા લાગી જતાં હોય છે. ત્યારે ગત રોજ ઝાલોદ પોલીસ મથક સ્ટાફ જુગારની પ્રવૃત્તિ કરતા ઇસમો પર વોચ રાખી ઝાલોદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ઝાલોદ સીટી ગ્રાઉન્ડ પાછળ ખુલ્લામાં કેટલાક લોકો ગંજી પત્તાના પાનાનો હારજીતનો જુગાર રમી રમાડતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે બાતમી વા્ળી જગ્યાએ રેઇડ કરતાં કેટલાક લોકો ગોળ ગુંડાળુ વળી રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડતા જોવા મળતાં તેઓને ચારેય બાજુથી કોર્ડન કરી પડવા જતાં ખેલિઓમાં નાસભાગ મચી ગઇ હતી. જેમાં ઝાલોદના ભરતભાઇ ચીકલીગર, અનિલભાઇ સોની, વિરાજભાઇ સોની તથા આરીફભાઇ મતાદારને ઝડપ્યા હતા. ચારેયની અંઝડતી લેતાં 2340 રૂા. રોકડા તથા દાવ ઉપર લાગેલા 320 રૂપિયા મળી કુલ 2660 રૂપિયા તથા પત્તા પાના જપ્ત કરી ચારેય વિરૂદ્ધ જુગાર ધારા મુજબ ગુનો નોંધી જેલના સળીયા પાછળ ધકેલી ઝાલોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...