ધરપકડ:3.5 કરોડના અનાજના કૌભાંડનો આરોપી મેનેજર પોલીસે ઝડપ્યો

ગોધરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરાના 3 અનાજ ગોડાઉનમાંથી 14425 કટ્ટાની ઘટ આવી હતી
  • સરકારી અનાજના ગોડાઉનમાં ચોખાની ઘટ આવતાં કેસ થયો

પંચમહાલ જિલ્લાના શહેરા મામલતદાર કચેરી પાછળ આવેલા સરકારી અનાજના ગોડાઉનમાં મામલતદાર મેહુલ ભરવાડ દ્વારા તપાસ કરતા 13127 ઘઉં અને 1298 ચોખાના કટ્ટાની ઘટ આવી હતી. આ અનાજ કૌભાંડ વસૂલવાપાત્ર કિંમતની દ્રષ્ટિએ રૂા. 3.5 કરોડ હતું. જે સંદર્ભમાં મામલતદાર મેહુલ ભરવાડે ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર કનૈયાલાલ નાગજીભાઈ રોત સહિત બે શકદાર સામે પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ નોંધાતા શહેરાના અનાજ ગોડાઉનનો મુખ્ય આરોપી ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર કનૈયાલાલ નાગજીભાઈ રોત નાસતો ફરતો હતો. પંચમહાલ પોલીસને બાતમી મળી કે 3 કરોડનું અનાજ કૌભાંડ આચનાર ગોડાઉન મેનેજર કનૈયાલાલ નાગજીભાઈ રોત મેધરજ વિસ્તારના તેના ઘરે છે. તેવી બાતમીના આધારે પોલીસે કૌભાંડી કનૈયાલાલ નાગજીભાઈ રોતની શોધખોળ કરતાં તે મળી આવ્યો હતો અને પોલીસે તેની અટકાયત કરીને કોરોના ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...