કામગીરી:ગોમા નદીની ખનીજ ચોરી અટકાવવા પોલીસ-ખનીજ વિભાગનું પેટ્રોલિંગ શરૂ

ગોધરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેજલપુર પોલીસે ખનીજ ચોરી કરતા 80 લાખના વાહનો પકડયા હતા
  • ગોમા નદીમાં ખનીજ માફિયા બેફામ થતાં કાર્યવાહી શરૂ કરવામાં આવી

કાલોલ તાલુકામાંથી પસાર થતી ગોમા નદીમાં ખનીજ માફિયાઅો બેફામ બનીને ખનીજ ચોરી કરતા પાણીનુ સ્તર અોછુ થઇ રહ્યું છે. ખનીજ ચોરીથી સરકારને પણ લાખો રૂપીયાની ખોટ સહન કરવી પડે છે. તાજેતરમાં જિલ્લા કલેટકર અને પોલીસવડાના અાદેશ બાદ વેજલપુર પોલીસે ગોમા નદીમાંથી ખનીજ ચોરી કરતા 80 લાખના વાહનો પકડયા હતા.

ત્યારે ગોમા નદીમાં થતી ખનીજ ચોરી પર અંકુશ લાવવા પોલીસ અને ખનીજ વિભાગે કમરકસી છે. વેજલપુર તથા કાલોલ પોલીસ તથા ખનીજ વિભાગના સ્ટાફ દ્વારા ગોમા નદીના પટ વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરવામાં અાવ્યું છે. કાલોલના સુરેલી, કરોલી, ઘુસર જેવા ગામોમાં ખનિજ માફિયાઓના આતંકના ડરને કારણે ખનન પ્રવૃતિનો વિરોધ ન કરતાં ખનિજ માફિયાઓ બેખોફ બનીને રેતીની ચોરી કરી રહ્યા છે. સોશિયલ મિડિયા ગ્રૃપ દ્વારા ખનીજ વિભાગના અધીકારીઅો પર વોંચ રાખનાર ખનીજ માફિયાઅો પર પણ હવે વોચ ગોઠવવામાં અાવી છે.

પેટ્રોલિંગની સાથે પોલીસ ખાનગી વોચ પણ ગોઠવશે. જેથી ખનીજ ચોરી કરતા ખનીજ માફિયાને પકડી શકાય. જિલ્લા પોલીસવડા તથા ખનીજ વિભાગ દ્વારા ગોમા નદીમાં થતી ખનીજ ખનન અટકાવવા માટે અેકશન પ્લાન પણ બનવા જઇ રહ્યો હોવાનુ પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે ગોમા નદીમાં બેફામ બનેલા ખનીજ માફિયા પર લગામ કસાશે તો ગોમા નદીની સુંદરતા અને પાણીના સ્તર નીચા જતા અટકશે.

અન્ય સમાચારો પણ છે...