કડક કાર્યવાહી:ચૂંટણી શાંતિપુર્ણ યોજવા પોલીસે 1785 ઇસમોની અટકાયત કરી

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે રૂા.70 લાખનો દારૂ અને રૂા.37 હજારનો દેશી દારૂ પકડયો

પંચમહાલ જિલ્લાની ગ્રામ પંચાયતની ચુંટણીનું જાહેરનામું બહાર પડતાં જિલ્લાની પોલીસ અેકશનમાં અાવી ગઇ હતી. ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપુર્ણ રીતે યોજવા પોલીસે જિલ્લામાં અલગ અલગ જગ્યાએથી દારૂ હેરાફેરી અને દેશી દારૂની હાટડીઅો પર કડક કાર્યવાહી કરી હતી. રૂા.69,69,438નો વિદેશી દારૂની 14743 બોટલ અને ગ્રામ્ય વિસ્તાર સહીત અન્ય જગ્યાઅેથી રૂા.37220નો 1865 લીટર દેશી દારૂનો જથ્થો પોલીસે પકડી પાડયો હતો.

ગ્રામ પંચાયતની ચુંટણીને લઇને જિલ્લામાં વિવિધ પોલીસ મથકમાં 638 હથિયારો જમા થયા હતા. જિલ્લામાં બહારથી દારૂ અને અસામાજીક તત્વોને પકડવા 7 ચેકપોસ્ટ ઉભી કરી છે. સાલિયા, સુલીયાત, દામાવાવ, રાજગઢ, હાલોલ તથા 61 પાટીયા પાસે ચેકપોસ્ટ પર પોલીસ ચેકીંગ કરી રહી છે. ગ્રામ પંચાયતની ચુંટણીમાં કોઇ વિધ્ન ન અાવે તે માટે પોલીસે વિવિધ પોલીસ મથક વિસ્તારમાંથી તોફાની તત્વો સહીત મળીને કુલ 1785 ઇસમોની અટકાયત કરી છે. જયારે નાસતા ફરતા 36 વોન્ટેડ અારોપીઅોને પકડીને જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે.

896 બુથ પર બંદોબસ્ત ગોઠવાશે
350 પંચાયતની ચુંટણીમાં મતદાન માટે 669 બિલ્ડીંગમાં 896 બુથ ઉભા કર્યા છે. પોલીંગ બુથ પર ઘ ટના કે કોઇ બનાવા ન બને અને શાંતિપુર્ણ રીતે મતદાન યોજાય માટે 4 ડીવાયઅેસપી, 16 પીઅાઇ, 30 પીઅેસઅાઇ, 1138 પોલીસ જવાન, 8 સેકશન પોલીસ તથા 1528 હોમગાર્ડ બદોબસ્તમાં રહેશે.

અન્ય સમાચારો પણ છે...