તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મન્ડે પોઝિટિવ:વૃક્ષોનું વાવેતર, ઉછેર અને જતન એ જ આજના સમયની સૌથી મોટી માગ છે

ગોધરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
બિલે ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણ દિને વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
બિલે ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણ દિને વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
  • બિલે ફાઉન્ડેશને ઓરવાડામાં 2500 વૃક્ષોનું વાવેતર કર્યું બે વર્ષમાં ફાઉન્ડેશન દ્વારા બે લાખ વૃક્ષો રોપવામાં આવ્યા

બિલે ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કોઈ એક ગામની પસંદગી કરી તે ગામના પ્રત્યેક ઘરે “એક ઘર એક છોડ” પ્રોજેક્ટ અંતર્ગત ફળાઉ વૃક્ષો, ઔષધીય રોપા, તથા ઓક્સિજન તથા છાંયડો આપે તેવા વૃક્ષો તથા ધાર્મિક માન્યતાઓ પ્રમાણે પૂજન કરવામાં આવે તેવા વૃક્ષોનું વાવેતર કરીને કરેે છે. આ વખતે કોરાનામાં સૌને ઓક્સિજનના મૂલ્યની ખબર પડી જ ગઇ છે. સાથે સાથે આપણને ઓક્સિજન આપતા આપણા વૃક્ષ દેવતાઓનું મૂલ્ય પણ આપણને સારી રીતે જાણી ગયા છીએ. જો આપણે અત્યારે વૃક્ષ દેવતાઓનું જતન ના કરીશુ કે ઉછેરીશું નહીં તો આવનારા સમયમા સમગ્ર જીવસૃષ્ટિ સામે ખતરો છે.

બિલે ફાઉન્ડેશન દ્વારા બે વર્ષથી દર વર્ષે 1,00000 જેટલા વૃક્ષો રોપવામાં આવે છે. 2019મા રોપાયેલા છોડ અત્યારે ફળ આપી રહ્યા છે. સાચા અર્થમાં પર્યાવરણના જતન અને સંવર્ધનનું કાર્ય કરતા બિલે ફાઉન્ડેશન દ્વારા આ વખતે 5મી જૂન 2021ના રોજ ઓરવાડા ખાતે જામફળી જેવા ફળાઉ તથા અન્ય ઔષધિય ગુણો ધરાવતા અને વધારે ઓક્સિજન ઉત્પન્ન કરતા 2500 જેટલાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

વૃક્ષારોપણની શરૂઆત શહીદ સ્મારક કેમ્પસ ખાતેથી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગોધરાના ધારાસભ્ય સી. કે.રાઉલજી સહીત મહાનુભાવોઅે વૃક્ષો રોપીને પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં અાવી હતી. અત્રે નોંધનીય છે કે ગત વર્ષે બિલે દ્વારા મોરવાહડફ તાલુકાના રામપુર (કસનપુર)ગામમાં 2800 જેટલા છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. સર્વે કરતા તેમાંથી 95% છોડ હાલ મોટા થઈ ગયા છે.

ગોધરામાં RSS સેવા વિભાગ દ્વારા કર્મીઅોનું સન્માન કરાયું
કોરોના મહામારી બિમારી દરમ્યાન 60થી વધુ દિવસથી સતત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સેવા વિભાગના કાર્યકરો સાથે સેવા અાપનાર ગોધરા સિવિલ હોસ્પિટલ અને નર્સિંગ કોવીડ સેન્ટરના તમામ કર્મચારી ભાઈ-બહેનો કે જેમણે કરેલ દરેક પ્રકારની કામગીરી જેમાં દર્દીઓને રોજીંદા કપડાં પહેરાવવા, પેશાબ સંડાસ તથા બાથરૂમ વાળા કપડાં બદલવા તેમને હાથ પગ ધોવડાવવા તથા દર્દીઓને દાખલ કરતી વખતે રિપોર્ટ કઢાવવા માટે ગાડીમાં લાવવાના ICCU વિભાગ માં સતત સેવા આપવાની અન્ય દરેક પ્રકારની કામગીરી કરી હતી.

અને મૃત્યુ પામનાર દર્દીના મૃતદેહને પીપીઇ કીટમાં પેક કરવા સુધીની તમામ સેવા આપનાર તમા સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ પોસ્ટ મોર્ટમ વિભાગમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓનો સન્માન સમારોહ નર્સિંગ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.શિવાનીબેન શાહ,ડો.ધ્વનીબેન મહેતા, ડો.સિધ્ધીબેન ભીન્ડે, ડો.અર્પીતાબેન પટેલ તેમજ સાંજના સમયે ફરજ પર હાજર નર્સિંગ સ્ટાફની હાજરીમાં RSS દ્વારા રાખવામાં આવ્યો હતો. જેમા તમામ કર્મચારીને ફુલહાર પહેરાવી પુષ્પગુચ્છ દ્વારા તેમનો સન્નમાનીત કરવામાં આવ્યા હતા.

તથા જે બહેનોએ આ કપરા સંજોગોમાં સેવા આપી હતી તેમને ભેટ સ્વરૂપે સાડી આપવામાં આવી અને ભાઈઓને પેન્ટ શર્ટ આપવામાં આવ્યું. અને સાથે સાથે દરેક કર્મચારી ભાઈ-બહેનોને ભગવદ્ ગીતા અને ગાયત્રી પરિવારનાં ધાર્મિક પુસ્તકો પણ ભેંટ આપવામાં આવ્યા અને તેઓને એક મહિનાની અનાજ કિટ પણ આપવામાં આવશે.

વધુમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં કાર્યકરો દ્વારા આ તમામે તમામ કર્મચારીઓની સાથે ખભેખભો મિલાવીને સવાર થી લઈને મોડી રાત સુધી દરેક પ્રકારની સેવા કરવામાં આવતી હતી. પાણી ની વ્યવસ્થા,રાત દિવસનાં ટિફિનની વ્યવસ્થા સહિત અન્ય સેવા પણ કરવામાં અાવતી હતી. અંત માં શાંતિ મંત્ર પ્રાર્થના સમૂહમાં કરી સૌ મનુષ્યજીવ નું રક્ષણ કલ્યાણ થાય તે માટે હૃદયસ્થ અભ્યર્થના સહ પ્રભુ પરમાત્મા ને પ્રાર્થના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...