ટ્રેનિગ:પંચમહાલના ઉમેદવારો માટે લોકરક્ષક ભરતીનું આયોજન

ગોધરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા લોકરક્ષક ભરતીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં પંચમહાલ જિલ્લાના ઉમેદવારો વધુમાં વધુ પસંદગી પામે તે માટે શારીરિક કસોટી પાસ કરવી અનિવાર્ય હોવાથી આવા નવા ઉમેદવારો પ્રેક્ટિસ કરી શકે એ માટે જિલ્લા પોલીસ અધિક્ષક લીના પાટીલની સુચના અને નિગરાની હેઠળ કેટલાક સ્થળો ઉપર તેમને આ સુવિધા ઉપલબ્ધ કરાવ્યું છે.

જેમાં તેમને માર્ગદર્શન પણ ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે જેથી જે લોકોએ ફોર્મ ભરે છે એ લોકો પોતપોતાના પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડ નક્કી કરેલા છે. એ ગ્રાઉન્ડ ઉપર તે લોકોને ટ્રેનિંગ આપવામાં આવશે. તેમજ કેટલાક ચુનંદા પોલીસ ઓફિસરો પણ તે ગ્રાઉન્ડ ઉપર ટ્રેનિંગ અાપશે.

જે અનુસાર પંચમહાલમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ગોધરામાં સ્પોર્ટસ કોપ્મ્લેક્ષ, અેસ.અાર.પી.જુથ -5 ખાતે પાવાગઢ પીઠા ફળીયા ખાતે, રાજગઢમંા પરોલી ખાતે, શિવરાજપુર માઇન્સ રોડ ખાતે, રાજગઢ પો.સ્ટે. પરેડ ગ્રાઉન્ડ ખાતે, કાલોલ હાઇવે રોડ ખાતે તથા કાલોલ ખંડોલી ખાતે લોકરક્ષક ઉમેદાવારોને ચુનીદા અધીકારીઅો ટ્રેનિગ અાપશે.

અા ગ્રાઉન્ડ ખાતે ટ્રેનિગ લેવા ઉમેદવાર 21મી નવેમ્બરના રોજ સવારે 6.30 વાગ્યાથી 9 કલાક દરમ્યાન નોંધણી કરાવી પસંદગી માટે પૂર્વ તૈયારીમાં જોડાવવા માટે જણાવવામાં અાવે છે.

અન્ય સમાચારો પણ છે...