તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:પંચમહાલમાં કોરોના ટીકાકરણ માટેનું આયોજન

ગોધરા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 3જા તબક્કામાં 45 વર્ષથી વધુ ઉંમરવાળાઓ માટે 115 સેન્ટર પર રસીકરણ અભિયાન

પંચમહાલ જિલ્લામાં 1 એપ્રિલના રોજથી 45 વર્ષથી વઘુ ઉમંરવાળા વ્યક્તીઓનું કોરોનાની રસી મુકવાનું મેગા અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. કોવિડથી 45 પ્લસ ઉંમરવાળા કોરોના દર્દીઓનું મૃત્યુનુ પ્રમાણ 90 ટકા જેટલું હોવાનું સરકાર જણાવી રહ્યા છે. જેથી 45 વર્ષથી વઘુ કે સન 1977 પહેલા જન્મેલા તમામને રસીકરણ કરવા મેગા અભિયાન ગુરૂવારથી શરૂ કરાયું છે.

રસી નહિ લેતા લોકો પર કોરોના જોખમરૂપ રહેશે તેમ માનીને જિલ્લાના રસીકરણ સેન્ટર પર લાંબી લાઇનો લાગી હતી. જિલ્લામાં 115 વેક્સિનેશન સેન્ટર પર આરોગ્ય કર્મીઓ રસી મુકાવવા આવેલા વ્યક્તિઓના ઓળખ કાર્ડના આધારે રજીસ્ટ્રેશન કરીને તેઓને રસી મુકી રહ્યા છે. પ્રથમ દિવસે કોરોનાની રસી મુકવા લોકો ઉમટી પડયાં છે.

કોરોનાની રસી જ કોરોનાનો નાશ કરશે તે આશયથી લોકો કોઇપણ જાતના ડર વગર રસી મુકાવી રહ્યા છે. પ્રથમ દિવસે જિલ્લાના 115 સેન્ટર પર 10 હજારથી વઘુ લોકોને રસી મુકાવવાનો ટાર્ગેટ લઇને આરોગ્ય તંત્ર કમર કસી રહ્યા છે.

સરકારી પોલીટેકનિક ખાતે વેક્સિનેશન કેમ્પ
શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. પ્રતાપસિંહજી ચૌહાણ, કુલસચિવ ડૉ. અનિલભાઈ સોલંકી, સહકુલસચિવ ડૉ. મુકેશભાઈ પટેલના માર્ગદર્શન અને જિલ્લા વહિવટી વિભાગ તથા જિલ્લા આરોગ્યના સહયોગથી સરકારી પોલીટેકનિક ખાતે પોલીટેકનિક તથા કોલેજના તમામ કર્મચારીઓ માટે ફ્રી કોરોના વેક્સિનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા 100થી વધુ લોકોએ રસી મૂકાવી હતી.

ગોધરા એસટી વિભાગ ખાતે રસીકરણ યોજાયું
પંચમહાલ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગોધરા એસટી વિભાગીય કચેરી ખાતે વેક્સીનેશન કેમ્પ યોજાયો હતો. જેમા વિભાગીય નિયામક બી આર ડીંડોર, લેબર અધિકારી, આરોગ્ય અધિકારી, ગોધરા ડેપો મેનેજર સહિત મોટી સંખ્યામાં એસટીના કર્મચારીઓ તથા પરિવારના 300થી વધુ સભ્યોએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ મુકાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો