ભક્તોનું ઘોડાપુર:પાવાગઢમાં શનિ- રવિની રજામાં સહેલાણીઓ ઉમટ્યાં

પાવાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુપ્રસિદ્ધ યાત્રાધામ અને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો ધરાવતા પાવાગઢ ખાતે હજારો ફૂટની ઊંચાઈએ આવેલા ડુંગરની ટોચ ઉપર મંદિરમાં જગતજનની મહાકાળી માતા બિરાજમાન છે ત્યારે આ વર્ષે દહાડે લાખો માઇભકતો માતાજીના દર્શને આવે છે તેમજ પાવાગઢ ખાતે આવેલ ઐતિહાસિક વારસો ધરાવતા સ્થાપત્યોની ઝાંખી કરવા પણ ગુજરાત સહિત આસપાસના રાજ્યોમાં થી મોટી સંખ્યામાં સહેલાણીઓ પાવાગઢ ખાતે આવી ઐતિહાસિક સ્થાપત્ય નિહાળી અભિભૂત થાય છે જેમાં દર શનિ-રવિવારે પાવાગઢ ખાતે શ્રદ્ધાળુઓ સહિત સહેલાણીઓ આવતા હોય છે જો કે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા કોરોના કાળને પગલે યાત્રાધામ પાવાગઢ ખાતે માઇ ભકતો અને સહેલાણીઓ માટે બંધ રખાયું હતું યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના મંદિરના દ્વાર ખોલી દેવાતા યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોનું દર શનિ- રવિવારે ઘોડાપુર ઉમટે છે છેલ્લા કેટલાક સમયથી મેઘરાજાએ મહેર કરી ડુંગર ના ચારેબાજુ ધોધ શરૂ થતાપાવાગઢના સૌંદર્યના નવું રૂપ આપતા કુદરતે સર્જેલ અદભુત નજારો માણવા પણ મોટી સંખ્યામાં લોકો પાવાગઢ ખાતે ઉમટી રહ્યા છે જેમાં આ શનિ અને રવિવારે મેઘરાજાએ વિરામ લેતા માઇ ભકતો અને સહેલાણીઓ પાવાગઢ ખાતે ઉમટી પડ્યા હતા જેમાં ભાવિક ભક્તોએ ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાના દર્શન કરી પોતાની મનોકામનાઓ પૂર્ણ કરી ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...