મોંઘવારી:પંચમહાલમાં પેટ્રોલ અને ડીઝલ રૂપિયા 100ની નજીક

ગોધરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તહેવાર ટાણે જિલ્લામાં મોંઘવારી માઝા મૂકશેના એંધાણ
  • લોકોએ બિનજરૂરી વાહન પર જવાનું ટાળવાનું શરૂ કર્યુ

વૈશ્વિક બજારમાં ક્રૂડ અોઇલના ભાવમાં વધારો થતાં તેની અસર ભારતમાં જોવા મળી હતી. છેલ્લા ત્રણ દિવસમાં પેટ્રોલમાં 80 પૈસા કરતાં વધુનો વધારો થતાં પંચમહાલ જિલ્લામાં પ્રથમવાર પેટ્રોલ 100 રૂપિયાને પર થઇને રૂા.100.30 પૈસા ગુરૂવારે થયા હતા.

પેટ્રોલ 100ને પાર થતાં પેટ્રોલ ભરવા અાવતાં વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો. નવરાત્રીના પહેલા દિવસે પેટ્રોલ રૂા.100ને પાર અને ડીઝલ રૂા.100ની નજીક રૂા99.17 થતાં જિલ્લામાં મોંઘવારી માંઝા મુકાશે.

જીવન જરૂરીયાતવાળું પેટ્રોલ અને ડીઝલમાં ભડકો થતાં ટ્રાવેલ્સ, ખાનગી પેસેન્જર વાહનો તેમજ ડીઝલમાં પણ ભાવ વધારાથી ટ્રાન્સપોર્ટના સામાનના ભાડા, ખેતીમાં ટ્રેકટરની મજુરીમાં વધારો થયો છે. પેટ્રોલના ભાવ વધારાથી ગૃહિણીઓનુ બજેટ પણ ખોરવાશે. જયારે જિલ્લામાં વાહન ચાલકોઅે વધતા પેટ્રોલના ભાવને લીધે બિનજરુરી વાહન પર ટહેલવાનું અોછું કર્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...