માંગણી:પીપલોદ ગ્રા. પં.માં કાયમી તલાટીની માગનું આવેદન

પીપલોદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉના તલાટી એસીબીમાં પકડાયા બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા

સરકાર દ્વારા તાલુકા કક્ષાની કામગીરી ઈ- ગ્રામ પોર્ટલ યોજના અંતર્ગત ગ્રામ પંચાયત મારફતે જરૂરી દસ્તાવેજો મળી રહે તેવી જોગવાઇ અમલમાં મુકવામાં આવી છે. આ સાથે ખેડૂતના જમીન ઉતારા, આવકના દાખલા, જન્મ મરણના દાખલા વિગેરે ગામમાં જ સરળતાથી મળી રહે તેવી સરકારે યોજના મુકવામાં આવી છે.

ત્યારે પીપલોદ ગ્રામ પંચાયતમાં જવાબદાર અધિકારીની નિમણુંક થાય તે માટે ગ્રામજનો દ્વારા ટીડીઓને લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. થોડા સમય અગાઉ પીપલોદ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી એસીબીમાં પકડાયા બાદ સસ્પેન્ડ કરી દેવાયા હતાં. ત્યારથી પીપલોદ ગ્રામ પંચાયત ખાતે જવાબદાર અધિકારી તરીકે તલાટી ફરજ પર ન મુકાતા ગ્રામજનોને નાના કામકાજ માટે ધરમ ધક્કકા ખાવા પડી રહ્યા છે.

ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા લોકો સ્વાવલંબી અને આત્મનિર્ભર બને તે હેતુસર લોકોને લોન માટે ઓર્ડર આપવામાં આવ્યા છે. જે ઓર્ડરમાં ગ્રામપંચાયતે બોઝો નોંધી તારીખ 26 નવેમ્બરની છેલ્લી મુદ્દત સુધી પહોંચતું કરવાનું હોઈ માટે પીપલોદ ગ્રામ પંચાયત ખાતે યોગ્ય વ્યવસ્થા કરી આપવા પીપલોદના ગ્રામજનો દ્વારા માગણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...