તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપમાં નારાજગી:પાટિલનો પાવર ગોધરા પાલિકામાં ના ચાલ્યો, મોટા માથાં કાપ્યા પણ સગાવાદ સાચવતાં સોશિયલ મીડિયામાં વિરોધ

ગોધરા23 દિવસ પહેલા
 • કૉપી લિંક
ગોધરા ખાતે જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા - Divya Bhaskar
ગોધરા ખાતે જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા
 • ગોધરા નગરપાલિકામાં 81 ફોર્મ, જિલ્લા પંચાયતમાં 88 ફોર્મ, સાત તાલુકા પંચાયતમાં 329 ફોર્મ ભરાયા
 • ભાજપે ટિકિટ ના અાપતાં કેટલાકે અપક્ષમાં ઉમેદવારી પત્રો ભર્યા : કોગ્રેસનો હજુ સુધી મેન્ડેટ નહિ અાપીને બળવાને ઠારવાનો પ્રયાસ

ગોધરા પાલીકાની ચૂંટણીમાં ભાજપે 6 વોર્ડમાં ઉમેદવારોના નામ જાહેર કરતાં શહેરમાં ભાજપ કાર્યકરોમા રોષ ફેલાયો હતો. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.અાર. પાટીલે નવા નિયમો બનાવીને ટીકીટ ફાળવણી કરવાના અાદેશ અાપ્યા હતા. પણ ગોધરા પાલીકા ત્રણ ટર્મ જીતેલા બે પૂર્વ પાલીકા પ્રમુખની ટીકીટ કપાઇ ગઇ હતી. જિલ્લા ભાજપે બંનેના પુત્રને ટીકીટ અાપીને સંગાવાદ ચલાવતાં ભાજપ કાર્યકરોમાં છુપો રોષ ફેલાયો હતો. જેને લઇને સોસિયલ મિડીયામાં અાકરી ટીકા થઇ હતી.

પાટીલ પાવર સામે સંગાવાદ ચાલ્યો હોવાને લઇને શહેરમાં નારાજગી ફેલાતાં કેટલાક અપક્ષમાં ઉમેદવારી કરવાની નક્કી કરતાં ચર્ચાઅો શરૂ થઇ હતી. વોર્ડ ન 1 માં ભાજપ તરફથી ટીકીટ ન મળતાં કોગ્રેસનો હાથ પકડશે તેવી ચર્ચાઅો વચ્ચે વોર્ડ નં 2 માં પટેલ ઉમેદવારને ટીકીટ ન મળતાં પટેલ ઉમેદવારે અપક્ષ ઉમેદવારી નોધાવવા માટે ગુપ્ત સભાઅો યોજાઇ હતી. વોર્ડ 3માં અંકીત શાહે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યુ. વોર્ડ 4 માં પુર્વ પ્રમુખ રાજેશ ચાૈહાણે પત્નીની ટીકીટ માંગી હતી.

પરંતુ ટીકીટ ન મળતાં શુક્રવારે રાજેશ ચાૈહાણે પોતાની પત્નીનુ ફોર્મ અપક્ષ ઉમેદવાર તરીકે ભર્યુ હતું. વોર્ડ 5 માં ભાજપની પેનલે ફોર્મ ભર્યા હતા. સાથે બે અપક્ષ ઉમેદાવરોઅે ફોર્મ ભરતાં ભારે રસાકસી થવાના અેધાણ વચ્ચે શનિવારે ભાજપની નારાજ કાર્યકર અપક્ષ ઉમેદવારી કરશે તો મોટી ઉથલ પાથલ થવાની શકયતાઅો દેખાઇ રહી છે. વોર્ડ 11 માં ભાજપના ઉમેદવારો સાથે 6 અપક્ષ ઉમેદાવરોઅે પણ ફોર્મ ભર્યા હતા. અામ શુક્રવારે 81 ફોર્મ ભરાયા હતા. પાલીકામાં અત્યાર સુધી કુલ 143 ફોર્મ ભરાયા હતા. અાજે ફોર્મ ભરવાનો અંતીમ દિવસ હોવાથી બાકી રહેલા પાર્ટીના તથા અપક્ષ ઉમેદવારોનો ફોર્મ ભરવા માટેનો ધસારો રહેશે.

જિ. પં.ની 38 બેઠકો માટે 88 ફોર્મ ભરાયા
પંચમહાલ જિ. પં.ની 38 બેઠકો તથા તા. પં.ની 178 બેઠક પર શુક્રવારે ફોર્મ ભરવા લાઈનમાં ઊભા હતા. જેમા જિ. પં.ની 38 બેઠકો માટે કુલ 88 ફોર્મ ભરાયા હતા. જેમાં ગોધરાની 9 બેઠકો માટે 25 ફોર્મ, કાલોલની 5 બેઠકો માટે 9 ફોર્મ, હાલોલની 5 બેઠક માટે 9 ફોર્મ, ઘોઘંબાની 6 બેઠકો માટે 12 ફોર્મ, જાંબુઘોડાની 1 બેઠક માટે 3 ફોર્મ, મોરવા(હ)ની 5 બેઠકો માટે 9 ફોર્મ, શહેરાની 7 બેઠકો માટે 21 ફોર્મ ભરાયા હતા.

તા. પં.ની 178 બેઠકો માટે 329 ફોર્મ ભરાયા
તા. પં.ની 178 બેઠકો માટે 329 ફોર્મ ભરાયા હતા. જેમા ગોધરાની 34 બેઠક માટે 56, કાલોલની 24 બેઠક માટે 39, હાલોલની 24 બેઠક માટે 36, ઘોઘંબાની 24 બેઠક માટે 55, જાંબુઘોડાની 16 બેઠક માટે 41, મોરવા(હ)ની 23 બેઠક માટે 28 તથા શહેરાની 30 બેઠક માટે 74 ફોર્મ ભરાયા હતા. અાજે ફોર્મ ભરવાનો અંતીમ દિવસ હોવાથી બાકી રહેલા પાર્ટીના તથા અપક્ષ ઉમેદવારોનો ફોર્મ ભરવા માટેનો ધસારો રહેશે

કોંગ્રેસે હજુ ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી
પંચમહાલની સ્થાનીક સ્વરાજની ચૂંટણીમાં કોગ્રેસ ફુકી ફુકીને પગલા ભરી રહી છે. કોગ્રેસે તેમના ઉમેદવારોને ટેલીફોનીક જાણ કરીને ફોર્મ ભરવા જણાવી રહી છે. કોગ્રેસ જિલ્લા અને સાત તાલુકા પંચાયતમાં હજુ સુધી નામોની જાહેરાત કરી નથી. કોગ્રેસ નામ જાહેર કરશે તો નારાજગી ફેલાવાની દહેશતના પગલે જિલ્લા કોગ્રેસ ઉેમેદવારોને ફોનથી જાણ કરીને કાર્યકરોની નારાજગી ટાળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો