દુઃખદ:જયપુર-મુંબઈ સુપરફાસ્ટમાં હાર્ટએટેકથી મુસાફરનું મોત, ટ્રેન ગોધરા થોભાવી મૃતદેહ ઉતાર્યો

ગોધરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજસ્થાનના જયપુરનો પરિવાર જયપુર- મુંબઇ સુપર ફાસ્ટ ટ્રેનમાં સુરત જતો હતો. ટ્રેન ગોધરા નજીક અાવતાં પહેલા ટ્રેનના સ્લિપરકોચમાં મુસાફરી કરતા મુસાફરને હાર્ટઅેટેક અાવતાં મુસાફરનું મોત થયું હતું. જેની જાણ થતાં ટ્રેનને ગોધરા રેલ્વે સ્ટેશન પર થોભાવી હતી. ટ્રેનમાં મુસાફરોના થયેલા મોંતની ગંભીરતા જળવાઇ ન હતી. રેલ્વે સ્ટેશન પર ફરજ પરના GRP પોલીસ પણ હાજર રહ્યા ન હતા.

ખાનગી ઇજારદારના સફાઈ કામદારો પણ સ્ટેશન ખાતે હાજર ન હોવાના કારણે ફરજ પરના રેલવે કર્મચારીઓને ટ્રેનમાંથી મૃતદેહ ઉતારવાની ફરજ પડી હતી. સ્લિપરકોચમાં સવાર પરિવાર જયપુર થી સુરત તરફ જઈ રહ્યો હતો. સ્ટેશન અધિક્ષક દ્વારા 108 ઇમર્જન્સી સેવાની મદદ લઇ મૃતદેહને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...