તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:વિજાપુર ગામમાં સાસરિયાંના ત્રાસથી પરિણીતાએ ફાંસો ખાધો

ગોધરા18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મારઝૂડ કરી બાળક ન થતાં મહેણાંટોણાં માર્યા
 • શહેરા પોલીસમાં પતિ સહિત સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ

શહેરા તાલુકાના વિજાપુર ગામે રહેતા અલ્પેશભાઇ મથુરભાઇ પગીના લગ્ન પારૂલ બારીઆ સાથે થયા હતા. છેલ્લા એક વર્ષથી પારૂલબેનનો પતિ અલ્પેશભાઇ અવારનવાર મારઝુડ કરીને તેને પત્ની તરીકે રાખવાની નથી તેમ કહીને માનસીક અને શારીરીક ત્રાસ આપતો હતો.

પારૂલબેનના જેઠ અરવિંદકુમાર પગી, જેઠાણી રેખાબેન પગી તથા સાસુ કમળાબેન પગીનાઓ લગ્નના અઢી વર્ષ થયા હોવા છતાં તેને છોકરાઓ થતા નથી તેમ કહીને મહેણાટોણા મારીને અલ્પેશ પગીની બીજી પત્ની લાવવાની છે. તેમ કહીને ચારેય જણા અતિશય ત્રાસ આપતા પારૂલબેન કટાંળીને પોતાની જીંદગીનો અંત લાવવા પોતાના ખેતરમાં આવેલા મહુડાના ઝાડ પર સાડી વડે ગળેફાંસો ખાઇને મોતને વ્હાલુ કર્યુ હતુ. આ અંગેની શહેરા પોલીસ મથકે પતિ સહીત સાસરીયા વિરુદ્ધ ફરીયાદ નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો