તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:પંચમહાલ SOGએ ચાર જ દિવસમાં છ ઝોલાછાપ તબીબોને ઝડપી પાડ્યા

ગોધરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાેગસ તબીબોની અટકાયત કરીને કુલ રૂા. 6 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

રાજ્યમાં કોરોના સંક્રમણમાં હાલ ઘટાડો થયો છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં વધતા કોરોના સંક્રમણ સરકાર માટે એક પડકાર સમાન હતું, જેને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા મારુ ગામ કોરોનામુકત ગામ અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું. જે મહદઅંશે સફળ રહ્યું હતું.

બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં વધતા કોરોનાના સંક્રમણ વચ્ચે કેટલાક લેભાગુ વ્યક્તિઓ તબીબ સ્વરૂપે સક્રિય થયા હતા, પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક ઝોલાછાપ બોગસ તબીબો કોઈ પણ પ્રકારની તબીબી ડિગ્રી કે સર્ટિફિકેટ વિના તબીબી પ્રેક્ટિસ કરતા તબીબો બિલાડીના ટોપ માફક ઊભા થયા હતા. ત્યારે પંચમહાલ જિલ્લા SOG પોલીસ દ્વારા આવા તત્વોને ડામવા માટે એક ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં છેલ્લા ચાર દિવસ દરમ્યાન પોલીસ દ્વારા જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાંથી 6 જેટલા આવા બોગસ તબીબોને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાંથી 3, કાલોલ તાલુકાના એરાલ ગામેથી 2 અને હાલોલ તાલુકાના શિવરાજપુર ગામેથી 1 બોગસ તબીબને બાતમીના આધારે પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આવા 6 જેટલા અલગ અલગ તબીબો પાસેથી કુલ રૂ 6 લાખ ઉપરાંતનો મુદ્દામાલ પણ કબ્જે લેવામાં આવ્યો છે. આમ પોલીસ દ્વારા પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની પ્રજાને છેતરી તેઅોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ તબીબોને ઝડપી પાડીને કડક કાર્યવાહી કરી હતી.

ઝોલાછાપ તબીબો

  • ડમી ડો. સાદીક મોહમંદ સઇદ મલા, ગોધરા
  • સુફીયાન મેહબુબ વાઢેલ, ગોધરા
  • અોવેશ ઇલ્યાસ સદામસ, ગોધરા
  • બોગસ તબીબ ગીરીશ પ્રમોદભ પટેલ, શિવરાજપુર
  • સરનંદુ શુકલાલ હલદર, એરાલ
  • ઉજ્જવલ નિર્મલન્દુ હલદર, એરાલનો સમાવેશ થાય છે.
અન્ય સમાચારો પણ છે...