વરસાદની વિદાયની શક્યતાઓ:પંચમહાલમાં 35 ઇંચની જરૂરિયાત સામે 27 ઇંચ જેટલો વરસાદ નોંધાયો

ગોધરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

પંચમહાલ જિલ્લાની ખેતી વરસાદ આધારીત હોવાથી જિલ્લામાં ચોમાસુ વહેલુ બેસી જતાં ખેડૂતો વાવણી વહેલી કરી દીધી હતી. બાદમાં વરસાદ ખેંચાતાં ખેતરમાં પાક બળી જવાની ફરિયાદો મળી હતી. જિલ્લામાં સરેરાશ 35 ઇંચ વરસાદ છેલ્લા 10 વર્ષમાં નોંધાયો છે. ચાલુ વર્ષે જિલ્લામાં 77 ટકા જેટલો 1 ઓક્ટોબર સુધી નોધાયો છે.

આમ જિલ્લામાં સરેરાશ 35 ઇંચ સામે હજુ 8 ઇંચ વરસાદની ધટ જોવા મળે છે. ચાલુ વર્ષ 77 ટકા વરસાદ સપ્ટેબર માસ પડતા ખેતી બચી ગઇ હતી. ચાલુ વર્ષે ગોધરા અને જાંબુઘોડા તાલુકામાં 93 ટકા વરસાદ નોંધાયો છે. સૌથી ઓછો ઘોઘંબા તાલુકામાં 56 ટકા વરસ્યો છે. જિલ્લામાં 15થી 20 દિવસમાં વરસાદ વિદાય લે તેવી શક્યતાઓ છે. જિલ્લામાં ગત વર્ષે 1 ઓક્ટોબરે 105 ટકા વરસાદ નોંધાયો હતો. જે ચાલુ વર્ષે ફક્ત 77 ટકા છે. આમ 8 ઇંચ વરસાદની ઘટ ઓક્ટોબરમાં પુરાય તો જિલ્લામાં વરસાદ 100 ટકા પર પહોંચી શકે છે.

4 માસના વરસાદની સ્થિતિ

માસવર્ષ 2020વર્ષ 2021
જૂન14.64%13.68%
જુલાઇ12.39%17.58%
ઓગસ્ટ62.65%7.53%
સપ્ટેમ્બર15.74%37.71%

જરૂરિયાત અને વરસેલો વરસાદ (મિમી)

તાલુકાજરૂરિયાતવરસ્યોટકાવારી
ઘોઘંબા84847956.47
ગોધરા85479693.13
હાલોલ106791785.92
જાંબુઘોડા1094102293.38
કાલોલ68740058.21
મોરવા(હ)91875482.14
શહેરા76145559.81

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...