મતગણતરી મોડીરાત સુધી ચાલી:પંચમહાલ : 350 પંચાયતમાંથી 246ના પરિણામ જાહેર થયા

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેલેટ પેપરની ગણતરી હોવાથી મતગણતરી મોડીરાત સુધી ચાલી

પંચમહાલ જિલ્લાની 350 ગ્રામ પંચાયતની મતગણતરી ગોધરાના ગદુકપુરની પોલીટેકનીકલ કોલેજ ખાતે સવારે 9 વાગે શરુ થઇ હતી. બેલેટ પેપર હોવાથી ગણતરીમાં વધુ સમય લાગતાં મોડી રાત સુધી ગણતરી ચાલી હતી. ગોધરા તાલુકાની મતગણતરી ધીમી ચાલતાં ચુંટણી અધીકારીઅે વધારાના 50 શિક્ષકોને ગણતરી માટે બોલાવ્યા હતા. છતાં પરિણામ મોડા અાવતાં મતદારોની ધીરજની કસોટી થઇ હતી. મોટા ભાગે ભાજપના ઉમેદવાર અેક બીજા સામે હોવાથી ભાજપ પ્રેરીતની જીત થઇ છે.

સાસુ પર વહુ ભારે પડી : વહુની જીત
ઘોઘંબાની કણબીપાલ્લી ગ્રામ પંચાયતમાં સરપંચમાં સાસુ અને વહુઅે ઉમેદવારી નોધાવી હતી. મતગણતરીના અંતે સાસુ પર વહુ ભારે પડી હતી. વહુને 127 મત અને સાસુને 26 મત મળતાં વહુને રસપંચ પદ પર વિજેતા જાહેર કરાયા હતા. અામ અેક જ ધરના સાસુ અને વહુ વચ્ચેના જંગમાં વહુની જીત થઇ હતી.

સભ્યના મત સરખા અાવતાં ચિઠ્ઠી ઉછાળીને હાર-જીતનો નિર્ણય લેવાયો
કાલોલના ચોરાડુંગરી ગામે વોર્ડ નંબર 2માં તેજલબેન મહેન્દ્રસિંહ ચૌહાણ અને અલ્પાબેન હર્ષદભાઈ ચૌહાણને સરખા મત મળતાં ટાઈ પડી હતી. જેમાં ચીઠ્ઠી ઉછાળીને નિર્ણય કરાતા તેજલબેન મહેન્દ્રસિંહ ચૌહાણ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. જયારે ઘોઘંબાના વોર્ડ-4 ના ઉમેદવાર પ્રજ્ઞેનકુમાર શાહ ફક્ત અેક મતથી જીત્યાં હતા. સતત 30 વર્ષથી જીતતા ઘોઘંબાના સરપંચને માત આપી નીલેશ વરીયાઅે ખુરશી અાંચકી હતી.

અન્ય સમાચારો પણ છે...