પંચમહાલ રિઝલ્ટ:જિલ્લા પંચાયતમાં ભાજપે સત્તા મેળવી, નગરપાલિકામાં ઔવેસીની પાર્ટી AIMIMએ 7 બેઠકો મેળવી, જાણો વિજેતા ઉમેદવાર સાથે સંપૂર્ણ પરિણામ

ગોધરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચમહાલ જિલ્લા પંચાયતની અંબાલી બેઠકના ભાજપના ઉમેદવારનું વિજય સરઘસ નીકળ્યું - Divya Bhaskar
પંચમહાલ જિલ્લા પંચાયતની અંબાલી બેઠકના ભાજપના ઉમેદવારનું વિજય સરઘસ નીકળ્યું
  • પંચમહાલ જિલ્લાની તમામ 7 તાલુકા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાયો

પંચમહાલ જિલ્લા પંચાયતમાં તમામ 38 બેઠકો મેળવીને ભાજપે કોંગ્રેસની ક્લિન સ્વીપ કરી છે અને કોંગ્રેસના સૂપડા સાફ થઇ ગયા છે અને કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી. આ ઉપરાંત શહેરા નગરપાલિકા પણ ભાજપે કબજે કરી છે. ગોધરા નગરપાલિકામાં ઔવેસીની પાર્ટી AIMIMએ 7 બેઠકો મેળવી છે. આમ ઔવેસીની પાર્ટી AIMIMએ ગુજરાતમાં પ્રવેશ કર્યો છે અને ભાજપને સત્તાથી દૂર રાખી છે. તમામ 7 તાલુકા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાયો છે અને શહેરા નગરપાલિકામાં ભાજપે સત્તા મેળવી છે. જોકે, ગોધરા નગરપાલિકા પર સત્તા મેળવતા AIMIMએ ભાજપને રોકી છે.