તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:પંચમહાલ દૂધ ઉત્પાદક સંઘે ફેટના ભાવમાં રૂા.20નો વધારો કર્યો

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવફેરની 6.7 % રકમ પણ ચુકવાઇ
  • 2 લાખથી વધુ પશુપાલકોને લાભ મળશે

પંચમહાલ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ એટલે પંચમહાલ ડેરીના નામથી જાણીતી અને પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના પશુપાલકો માટે જીવાદોરી સમાન પંચમહાલ ડેરી દ્વારા પશુપાલકોને દૂધનો ભાવવધારો આપવાનું જાહેર કરવામાં આવ્યું છે. ડેરીના નિયામક મંડળ દ્વારા આગામી 11 જુલાઈથી ડેરી સાથે જોડાયેલા પશુપાલકોને પ્રતિકિલો ફેટએ રૂ. 20 રૂપિયાનો ભાવ વધારો આપવાનું જાહેર કરવામાં આવ્યું છે, સાથે સાથે ડેરીમાં ભેંસનું દૂધ ભરતા પશુપાલકોને ગત વર્ષના ભાવફેરના 6.7% જેટલી રકમ પણ ચુકવવાની જાહેરાત કરતા પશુપાલકોમાં ખુશીની લાગણી પ્રવર્તી છે.

ડેરી દ્વારા જાહેર કરવામાં આવેલા ભાવવધારા મુજબ હાલમાં ચુકવવામાં આવતા પ્રતિકિલો ફેટના રૂ.640 છે જે વધીને રૂ.660 ચુકવવામાં આવશે. આ ભાવ વધારાનો લાભ સંઘ સાથે જોડાયેલા 2 લાખ ઉપરાંત પશુપાલકોને મળશે. હાલ એક તરફ કોરોના મહામારીને લઈને તો બીજી તરફ વરસાદ ખેંચાવવાને લઈને પશુપાલકો ખેડૂતોની આર્થિક સ્થિતિ સારી નથીં ત્યારે હાલમાં કરવામાં આવેલો આ ભાવ વધારાને લઈને પશુપાલકોને આર્થિક મદદ પુરી પાડશે તેમજ પશુઓ માટે જરૂરી ઘાસચારો તેમજ અન્ય ચીજવસ્તુઓ માટે મદદરૂપ બનશે તેમજ પશુપાલકો જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...