કોંગ્રેસનો આક્ષેપ:પંચમહાલની હોસ્પિટલોએ કોરોનામાં સારવારના નામે લાખોની લૂંટ કરી

ગોધરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલો અને ડોકટરો સામે ન્યાયિક પગલાં ભરવાની માંગ સાથે રાજયપાલને રજૂઆત કરવામાં આવી
  • હોસ્પિટલોએ બેફામ નાણાં લીધાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો

કોરોના મહામારીને પંચમહાલ જિલ્લાની કોવિડની સારવાર કરતી હોસ્પિટલોઅે કોરોનાગ્રસ્ત દર્દીઅોની મજબુરીનો લાભ લઇને લાખો કરોડો રૂપિયા ફી પેટે લઇ સારવાર નામે બેફામ લીધેલા નાણાં પરત કરવા સહિત હોસ્પીટલો અને ડોકટરો સામે ન્યાયિક પગલાં ભરવાની માંગ પંચમહાલ કોગ્રેસે કરી હતી.

જિલ્લાની ગોધરા, હાલોલ સહીત આવેલી હોસ્પિટલોમાં બીજી લહેરમાં કોરોનાના દર્દીઅોના ભારે ભરાવો થયો હતો અેક સમય તો અેવો આવ્યો કે ખાનગી હોસ્પિટલમાં જગ્યા મળતી ન હતી. તેમજ અોકસીજનાની ભારે અછત સર્જાતાં કેટલીક હોસ્પિટલો ગંભીર દર્દીઅોને સિવિલ ખાતે મોકલીને ભગવાન ભરોસે મુકી દેવાના કિસ્સાઅો પણ બન્યા હતા. કોરોના જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં ફેલાતાં ગ્રામીણ પ્રજાઅોની મજબૂરીનો લાભ લઇને ખાનગી હોસ્પિટલો બેફામ નાણાં લઇને દર્દીઅો પાસેથી લૂંટ ચલાવી હતી.જિલ્લાના કોંગ્રેસ અજીતસિંહ ભાટી, કોંગી અગ્રણી રાજેન્દ્રસિંહ પરમાર અને રફીક તીજોરિવાલાના નેતૃત્વમાં ગુજરાતના રાજ્યપાલને સંબોધતું આવેદનપત્ર ગોધરા મામલતદારને સુપ્રત કરેલ હતું.

ગુજરાત સરકાર ભૂતપૂર્વ મંત્રીએ પણ જ્યારે આ મુદ્દે ઘટસ્ફોટ કરેલ છે. ત્યારે ગુજરાત માં યોજાયેલ કોંગ્રેસ પક્ષની કોવિડ 19 ન્યાય યાત્રા દરમ્યાન અસરગ્રસ્ત દર્દી અને પરિવારજનો એ કરેલ વિવિધ રજૂઆતો મુજબ વેદના, મુશ્કેલી, ચિંતા પ્રેરિત દુઃખદ સમયે કોરોના કાળમાં કેટલાક ખાનગી હોસ્પિટલ, ઉત્તર હોય માનવતાના મુલ્યો ને કારણે મૂકી કરોડો લાખો રૂપિયા અસરગ્રસ્ત દર્દી અને પરિવારજનો પાસેથી ખંખેરી ઉઘાડી લૂંટ ચલાવી હોવાનું પ્રકાશમાં આવેલ છે.

ખાનગી હોસ્પિટલો એ દર્દીઓ પાસેથી જુદા જુદા ચાર્જ રૂપે અને ઘણા રૂપિયા વસૂલ્યા છે તેમજ હોસ્પિટલે કેટલો ખર્ચ થશે તેની વિગત દર્શાવેલી જણાવેલ નથી. આ રીતે દર્દીઓ અને પરિવારજનોએ અનેક યાતનાઓનો સામનો કરેલ છે જે વિજ્ઞાન બહાર આવેલ છે તે દુઃખદ અને ચિંતા પ્રેરિત હોય આવા અસર પામેલા દર્દીઓ અને પરિવારજનોને વ્યાજબી ફીની રકમને બાદ કરતા મજબુરીનો લાભ લઇ અનેક ગણા નાણાં પરત ચૂકવવા સાથે આવા ખાનગી હોસ્પિટલો સામે ઉપયોગી પગલા ભરવા પરંતુ અમલ કરેલ જિલ્લા કોંગ્રેસ દ્વારા નીકળેલી સૂત્રોચાર સાથે મામલતદાર કચેરીએ પહોંચી આવેદન આપ્યું હતું. જેમાં વકીલ પ્રકાશ બારોટ, રાજેશ હદિયેલ, આબીદ શેખ, સિદ્દિક ડેની, સન્ની શાહ, ગણપત પટેલ, ઉમેશ શાહ સહિત કાર્યકરો આગેવાનો જોડાયેલ હતા.

અન્ય સમાચારો પણ છે...