તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:પંચમહાલ- દાહોદમાં કોરોના વચ્ચે આજે હોળીની ઉજવણી

ગોધરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ગોધરામાં વિશ્વકર્મા ચોક સહિત અન્ય સ્ચળે હોળીની તૈયારીઓ કરાઇ. - Divya Bhaskar
ગોધરામાં વિશ્વકર્મા ચોક સહિત અન્ય સ્ચળે હોળીની તૈયારીઓ કરાઇ.
 • કોરોનાને કારણે ધૂળેટીની ઉજવણી ફિક્કી રહેશે

પંચમહાલવાસીઓમાં હોળીનો તહેવાર ઉજવવા અનેરાે થનગનાટ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આદિવાસીઓ માટે હોળીનો તહેવાર અગત્યનો હોય છે. તેઓમાં કહેવાય છે કે દિવાળી તો અઠેકઠ્ઠે હોળી તો ઘરે જ. એટલે ઘરેથી ગમે તેટલા દૂર અંતરે મજૂરી કરવા ગયા હોય પરંતુ હોળી પહેલાં તો ઘરે આવી જ જાય છે. જેના કારણે બસ સ્ટેન્ડ વિસ્તારોમાં ભીડભાડના દૃશ્યો જોવા મળતા હોય છે. હોળીની ઉજવણી માટે પૂર્વ તૈયારીઓ થઇ જતી હોય છે.

ગોધરા શહેર સહિત જિલ્લાના તાલુકા મથકોનાં બજારોમાં ગ્રામીણ પ્રજાની ખરીદીનો ધમધમાટ જોવા મળે છે. ખાસ કરીને ધાણી, ચણા, ખજુર, હાઇડાં અને પિચકારીઓની ખરીદી સાથે કાપડની ખરીદી પણ કરાતી હોય છે. જિલ્લાભરમાં રવિવારે મોડી સાંજે પરંપરા મુજબ સાંજનાં શુભમુહૂર્તમાં હોળી પ્રગટાવાશે. શહેરનાં વિશ્વકર્મા ચોક, ચાંચર ચોક, સોનીવાડ, પટેલવાડા સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં હોળીકા દહન કરાશે.

દાહોદમાં ઇકો ફ્રેન્ડલી હોળી માંડવાની ઝુંબેશ
દાહોદવાસીઓ રવિવારે હોળી પર્વની અને સોમવારે ધૂળેટીની આસ્થા સાથે ઉજવણી કરશે. આ વખતે પણ દાહોદના પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા ગત વર્ષોની માફક દાહોદના વિવિધ વિસ્તારોમાં ઇકો ફ્રેન્ડલી હોળી માંડવાની ઝુંબેશ આરંભાતાં આ અંતર્ગત દાહોદ પાલિકાના સૌજન્યથી ઇનામો પણ જાહેર કરાયા છે. ત્યારે લોકોની જાગૃતિ થકી શહેરના બહુધા વિસ્તારોમાં લાકડા બદલે છાણાંની હોળી મંડાનાર હોવાની માહિતી મળી છે. અલબત્ત, આ વખતે જાહેર ઉજવણી ઉપર પ્રતિબંધથી લોકોનો ઉત્સાહ ઓછો દેખાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો