પંચમહાલ જિલ્લામાં ભાદરવા ભરપુર રહેતા વરસાદી માહોલ છવાતાં છેલ્લા 10 દિવસમાં 17 ટકા જેટલો વરસાદ વરસતાં સિઝનનો કુલ 64 ટકા વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં ચોમાસુ જામતાં સોમવારે સવારે 6થી સાંજના 5 વાગ્યા સુઘી ગોધરા, કાલોલ, જાંબુઘોડા તથા મોરવા(હ) તાલુકામાં વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ગોધરામાં 40 મી.મી, કાલોલમાં 5 મીમી, જાબુંઘોડામાં 27 મી.મી. તથા મોરવા(હ)માં 15 મી.મી. વરસાદ નોંધાયો હતો.
ગોધરા શહેરમાં પોણા બે ઇંચ વરસાદ પડતાં કલેકટર કચેરી, યોગેશ્વર સોસાયટી વિસ્તાર સહીત શહેરના નિચાણ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. પોણા બે ઇંચ વરસાદ ગોધરામાં નોંધાતા ગોધરા તાલુકાનો સિઝનનો કુલ 81 ટકા જેટલો વરસાદ થયો છે. ચાલુ ચોમાસા સિઝનમાં સાૈથી વઘુ વરસાદ ગોધરા તાલુકામાં નોધાયો છે. સાૈથી અોછો 48 ટકા કાલોલ તાલુકામાં નોધાયો છે. ગત વર્ષની 20 સપ્ટેમ્બર સુઘી જિલ્લામાં 89 ટકા વરસાદ નોંધાયો હતો. ચાલુ ચોમાસામાં જિલ્લામાં હજુ 25 ટકા જેટલા વરસાદની ઘટ પુરાવાની બાકી છે.
પંચમહાલ જિલ્લાના વરસાદી આંકડા | ||
તાલુકો | સોમ.નો | કુલ(મિ.) |
કાલોલ | 5 | 349 |
ગોધરા | 40 | 730 |
ઘોઘંબા | 5 | 417 |
જાંબુઘોડા | 27 | 792 |
મોરવા(હ) | 12 | 678 |
શહેરા | 0 | 397 |
હાલોલ | 1 | 719 |
જળાશયોની સ્થિતિ | ||
જળાશયનું | સપાટી | આવક |
નામ | (મી.) | (ક્યૂ.) |
પાનમ | 121.5 | 1064 |
દેવ | 86.15 | 0 |
હડફ | 166.2 | 682 |
કરાડ | 133.35 | 30 |
પાણીની આવકથી ડેમનો 1 દરવાજો અડધો ફૂટ ખોલાયો
ઉપરવાસમાં અને કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ પડતાં જિલ્લાના જળાશયોમાં નવા નીર આવ્યા છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવકને લઈને હડફ ડેમ 100 ટકા ભરાયો છે. પંચમહાલ જિલ્લાના મોરવાહડફ તાલુકામાં આવેલ હડફ ડેમના ઉપરવાસમાં આવતા વિસ્તારમાં સારો એવો વરસાદ થતાં હડફ ડેમમાં સતત 682 કયુસેક પાણીની આવકને લઈને ડેમ 100 ટકા ભરાયો હતો,.સોમવારે હડફ ડેમની જળસપાટી 166.20 મીટર પહોંચી છે, જ્યારે ડેમમાં 310 ક્યુસેક આવક થઈ રહી હતી. સતત પાણીની આવક વધતા ડેમનો અેક દરવાજો અડઘો ફુટ ખોલવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.