કામગીરીની વિગતો મેળવી:પંચમહાલ જિલ્લા પ્રભારી અર્જુનસિંહ ચૌહાણે વિકાસ કાર્યોની સમીક્ષા કરી

ગોધરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી, અને પંચમહાલ જિલ્લા પ્રભારી અર્જુનસિંહ ચૌહાણે જીલ્લા સેવા સદન, ગોધરા ખાતે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે વિવિધ યોજનાઓના અમલીકરણ માટે 100 દિવસનાં લક્ષ્યાંકો આધારિત કામગીરીની વિસ્તૃત સમીક્ષા હાથ ધરી હતી.

કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે ગોધરા તાલુકાના ઓરવાડા ખાતે આત્મનિર્ભર ગ્રામ યાત્રાના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેતા અગાઉ ગોધરા ખાતે જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોની સ્થિતિ વિશે ઝીણવટભરી માહિતી મેળવી માર્ગદર્શન આપ્યું હતું. આવાસોનું નિર્માણ, વન અધિકાર પત્રો, રાહત દરે અનાજ-તેલ, દિવ્યાંગ શિષ્યવૃત્તિ સહિતના લાભોનું વિતરણ, મનરેગા હેઠળ રોજગારી, રોજગારીની સ્થિતિ, ડિજિટલ હેલ્થ અાઇડી, માર્ગોની મરામત કૃષિ લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ લાભોનું વિતરણ સહિતની બાબતો અંગે માહિતી મેળવતા આર્થિક સહાયના ચૂકવણી અને બાકી કામો ઝડપથી પૂર્ણ કરવા, પ્રાકૃતિક ખેતી, ગામોમાં રમતના મેદાનો તૈયાર કરવા, મનરેગા હેઠળ વનીકરણ સહિતના કામોનું સુચારુ આયોજન અંગે નિર્દેશ આપ્યા હતા.

સરકાર દિવસોનું કામ કલાકોમાં પૂર્ણ કરવાના મંત્ર સાથે કાર્યરત છે ત્યારે વિવિધ વિકાસ કામો વહીવટી ગૂંચવણના કારણે મંદ ન પડે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલે જિલ્લામાં પોલીસ કામગીરી વિશે અને જિલ્લા આયોજન અધિકારી ભાભોરે વિવિધ યોજનાકીય માહિતી અંગે પ્રભારી મંત્રીને વિસ્તૃત પ્રેઝન્ટેશન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...