તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પંચમહાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પંચમહાલ કોંગ્રેસ દ્વારા પાલિકાની યાદી ફોર્મ ભર્યા બાદ જાહેર કરી હતી. કોંગ્રેસ દ્વારા 6 વોર્ડમાં ઉમેદવારોના ફોર્મ ભર્યા હતા. કોગ્રેસ દ્વારા છેલ્લી ઘડી સુધી ઉમેદવારના નામો જાહેર કર્યા ન હતા. ઉમેદવારોના મેન્ડેટ કોરા આવ્યાના આક્ષેપ વચ્ચે પ્રદેશ કોંગ્રેસે ઘોરબેદરકારી કરીના ગંભીર આક્ષેપ પંચમહાલ મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ લગાવીને રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસે ભાજપના સક્રિય કાર્યકરની પત્નીને અને તાજેતરમાં ડિબેટમાં ભાજપ તરફ બોલતી મહિલાને વોર્ડ-4મા કોંગ્રેસની ટિકિટ આપી હતી.
કેટલીક ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર મળવાના ફાફા પડતાં હતા પણ આ ચૂંટણીમાં ફક્ત 6 વોર્ડમાં 24ના બદલે 21 ઉમેદવારને મેન્ડેટ આપ્યા છે. જ્યારે કાંકણપુર સીટ પરથી પંચમહાલ મહિલા કોંગ્રેસની ઉપપ્રમુખની ટિકિટ કાપી નાખતાં મહિલા પ્રમુખ પ્રિયંકા પરમાર અને ઉપપ્રમુખ જયશ્રી પરમારે રાજીનામા ધરીને આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ કાર્યલયમાં શહેરાના ધારાસભ્યના હારેલા ઉમેદવાર સાથે ઝપાઝપી કરીને ખુરશીઓ તોડીને મારુ મેન્ડેટ છીનવીને જતાં રહ્યા હતા. તેમજ કાંકણપુર સીટ પર મને મેન્ડેટ ન આપતાં અમે રાજીનામાં ધરી દીધા હતા. કોંગ્રેસમાં છેલ્લા દિવસે થયેલા કકળાટ અને નામો નહિ જાહેર કરીને કાર્યકરોની નારાજગી તો હાલ ટાળી છે. પણ ટિકિટ જાહેર થયા બાદ પંચમહાલ કોંગ્રેસમાં કકળાટ થવાના એંધાણ દેખાઇ રહ્યા છે.
ભાજપના કાર્યકર ચંદ્રેશભાઇની પત્નીને કોંગ્રેસે ટિકિટ આપી
ગોધરા કોંગ્રેસ દ્વારા ગોધરા પાલિકાના 6 વોર્ડમાં 21 ઉમેદવારોને મેન્ડેટ આપ્યો છે. વોર્ડ 1મા ભાજપના કાર્યકર ચંદ્રેશભાઇની પત્ની પિન્કીબેનને ટિકિટ આપી તેમજ વોર્ડ નં-11મા કોગ્રેસે 3 ઉમેદવારોને ટિકિટ આપી છે. થોડા દિવસ અગાઉ વોર્ડ-11મા મેન્ડેટને લઇને કાર્યકરોમાં કકળાટ થતાં રાજીનામા આપવા સુધીની ચીમકી ઉચ્ચારી હતી. પરંતુ કોંગ્રેસ અગ્રણીની પત્નીએ ફોર્મ ન ભરતાં હાલ તો વોર્ડ-11મા કોંગ્રેસ ત્રણ ઉમેદવારથી ચૂંટણીની લડાવી રહ્યા છે.
વોર્ડ-1
પિન્કીબેન ચંદ્રેશકુમાર વિશાલપુરા
શેખ હિના યુસુફ
હડિયલ રાજેશકુમાર અમૃતલાલ
ભેદી રોશનકુમાર મથુરભાઈ
વોર્ડ-2
પીનલબેન રોશનકુમાર ભેદી
નિરૂબેન વિજેન્દ્રસિંહ પુવાર
કેતુલકુમાર પરષોત્તમદાસ પ્રજાપતિ
હસમુખભાઈ દેવાભાઈ પરમાર
વોર્ડ-3
અરુણાબેન અનિલભાઈ કોન્ટ્રાકટર
સુમિત્રાબેન ભગોરા
વોર્ડ-4
સોનાલી પરીક્ષિતભાઈ ચૌહાણ
મિતલબેન અતુલકુમાર રાણા
દિલીપભાઈ અંબાલાલ ભાટિયા
સુરજકુમાર પ્રકાશભાઈ આહુજા
વોર્ડ-5
નસીમબાનું અબીદહુસેન શેખ
જલ્પાબેન મહેશભાઈ પટેલ
અમરકુમાર દોલતરામ નાગદેવ
દીપાંગ સુરેન્દ્રભાઈ દોશી
વોર્ડ-11
સોનલબેન ચિરાગભાઈ ચૌહાણ
લલિતકુમાર રામચંદ ઠાકવાણી
કમલેશભાઈ રાયજીભાઈ ચૌહાણ
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.