તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જનસંપર્ક:પંચમહાલ કોંગ્રેસની ન્યાય યાત્રા હેઠળ વેજલપુરમાં જનસંપર્ક કર્યો

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાથી મોત પામેલી વ્યકિતઓની વિગતો મેળવી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માર્ગદર્શન પ્રમાણે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા આયોજિત કોવિડ-19 ન્યાય યાત્રા કાલોલ તાલુકાના વેજલપુરમાં જનસંપર્ક કરી કોવિડ-19માં મૃત્યુ પામનાર વ્યક્તિઓની વિગતો મેળવી હતી. તેમજ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલા વ્યક્તિઓની વિગત અને આપવીતી મેળવી હતી.

તમામને સરકારી વિવિધ યોજનામાં તુરંત મળવાપાત્ર લાભ મળે તે હેતુસર સહયોગ આપ્યો હતો. આયોજિત કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભટ્ટી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરવત સિંહ પરમાર, પંચમહાલ જિલ્લા લઘુમતી સંગઠન ચેરમેન ઉસ્માન બેલી, પંચમહાલ જિલ્લા સોશ્યલ મીડિયા પ્રમુખ સન્ની શાહ, સ્થાનિક આગેવાનો પ્રદીપસિંહ પરમાર, રાજેન્દ્રસિંહ જાદવ, ભૂપેન્દ્રસિંહ ખેર, અશોક ઉપાધ્યાય, નીરવ પટેલ, નશીબદાર ભાઇ, જયેશ પટેલ, કિરણભાઈ પરમાર, ભાવસિંહ ભાઇ સહિતના મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો, હોદ્દેદારો વિગેરે જોડાઈ ને કોવિડ-19માં મૃત્યુ પામનાર સદગતની વિગતો તૈયાર કરી પરિવારજનોને સાંત્વના પાઠવેલી હતી.

અન્ય સમાચારો પણ છે...