​​​​​​​રાહતની વાત:પંચમહાલ- દાહોદમાં 7 દિવસમાં કોરોનાના 285 કેસ, 1 વર્ષની બાળકી સિવાય અેક પણ દર્દી હોસ્પિટલમાં નહીં!

ગોધરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ત્રીજી લહેરમાં જિલ્લાના 16 વિદ્યાર્થીઅો કોરોના સંક્રમિત, સાૈથી વધુ 18 થી 30 વર્ષના 59 યુવાનોને કોરોનાનો ચેપ લાગ્યો
  • રાહતની વાત તમામ દર્દીઓ હોમ આઇસોલેટ
  • ​​​​​​​જિલ્લામાં​​​​​​​ બાળકો- યુવાનો કરતાં 60 વર્ષથી ઉપરના વૃદ્ધો અોછા સંક્રમિત થયા

પંચમહાલ જિલ્લામાં કોરોનાની પહેલી લહેરમાં 50 વર્ષથી વધુ ઉંમરના લોકો વધુ કોરોના સંક્રમીત થયા હતા. બાદમાં અાવેલી ઘાતક બીજી લહેરમાં 35 વર્ષથી ઉપરની ઉંમરવાળા વ્યક્તિઅો કોરોનાની ચપેટમાં અાવ્યા હતા. ત્યારે હાલ ચાલી રહેલી કોરોનાની ત્રીજી લહેરમાં કિશોરો અને 30 વર્ષ સુધીના યુવાઅો વધુ કોરોના સંક્રમીત થઇ રહ્યા છે. જેથી સાવચેતી ખુબજ જરુરી બની છે. જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતાં 175 જેટલા કોરોના કેસ નોધાયા છે. જેમાં 6 કોરોના દર્દીઅો સાજા થઇ ગયા છે. હાલ જિલ્લામાં કોરોનાના 169 સક્રિય કેસ નોંધાયા છે.

અા તમામ 169 કોરોના દર્દીઅોમાંથી અેક પણ દર્દીઅો હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવામાં અાવ્યો ન હોવાથી અારોગ્ય વિભાગે રાહતનો દમ લીધો છે. તમામ સક્રીય કેસ હોમ અાઇસોલેશન હેઠળ સારવાર લઇ રહ્યા છે. અારોગ્ય વિભાગ અનુમાન હાલનો કોરોના સંક્રમીત દર્દીઅોમાં કોરોનાના માઇલ્ડ લક્ષણ હોવાથી અોકસીજન કે વેલ્ટીલેટરની જરૂર પડતી નથી.

પણ ગાઇડ લાઇન મુજબ 7 દિવસ હોમ અાઇસોલેશનના નિયમો ફરજિયાત પાળવાના રહેશે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. પરંતુ સામે અાવતાં કોરોના કેસ ગંભીર પ્રકારના ન હોવાથી તમામને હોમ અાઇસોલેશનમાં રાખવામાં અાવ્યા છે જે રાહતની વાત છે.

31થી 50ની ઉંમરના 50 જ્યારે 60 વર્ષથી વધુ વયના 21 વૃદ્ધો કોરોના સંક્રમિત બન્યાં
કોરોનાની ત્રીજી લહેરમાં કોરોના સંક્રમણથી કિશોરો કોરોનાગ્રસ્ત થઇ રહ્યા છે. જિલ્લાના સક્રિય 169 કોરોના દર્દીઅોમાં 16 કોરોના કેસમાં 17 વર્ષથી નીચેની ઉંમરવાળા વિદ્યાર્થીઅો છે. કોરોનાની ત્રીજી લહેરમાં શરૂઅાતના તબ્બકામાં કિશોરો પણ ચપેટમાં અાવી રહ્યા છે. જયારે 18 વર્ષથી 30 વર્ષની ઉંમરવાળા 59 યુવાઅો કોરોના પોઝીટીવ થયા છે. જયારે વર્ષ 31 થી 50 વર્ષની ઉંમરવાળા 50 વ્યક્તિઅો કોરોના સંક્રમીત થયા છે. 51 થી 60 વર્ષની ઉમંરવાળા 23 કેસ અને 60 વર્ષથી વધુ ઉમંરવાળા ફક્ત 21 વૃદ્ધો કોરોના સંક્રમિત બન્યા હોવાનું નોંધાયું છે.

દાહોદ જિલ્લામાં છેલ્લા અઠવાડિયામાં 116 કેસ નોંધાયા, હાલ 106 એક્ટિવ
દાહોદ જિલ્લામાં 4 જાન્યુઆરીના રોજ માત્ર 3 કેસ પ્રકાશમાં આવ્યા હતાં. ત્યાર બાદ કેસોમાં સતત વધારો નોંધાયો છે. છેલ્લા એક સપ્તાહમાં જિલ્લામાં 116 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં મહત્તમ કેસ દાહોદ શહેરના છે. સપ્તાહ દરમિયાન 10 લોકો સાજા થતાં તેમને રજા આપી દેવાઇ હતી. હાલમાં જિલ્લામાં 106 એક્ટિવ કેસ છે. આ કેસમાંથી કોરોનાનો ભોગ બનેલી માત્ર એક વર્ષની બાળકીને દવાખાને સારવાર હેઠળ રાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...