મતદન:પંચમહાલ : 250 સંવેદનશીલ, 169 અતિ સંવેદનશીલ મથકો

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંચમહાલમાં 3,59,679 પુરુષ અને 3,38,381 મહિલાઓ મતદાર
  • 350 ગ્રામપંચાયતોમાં પંચમહાલના મતદારો ઉમેદવારોનું ભાવિ ઘડશે
  • સરપંચના ગુલાબી અને સભ્યના સફેદ બેલેટ પેપરથી ચૂંટણી થશે

પંચમહાલ જિલ્લાની 350 ગ્રામ પંચાયતમાં 893 મતદાન મથકે મતદાન રવિવારે સવારે 7 થી સાંજ વાગ્યા સુધી થશે. મતદાનને લઇને જિલ્લા ચૂંટણી વિભાગે તમામ તૈયારીઅો પુર્ણ કરીને મતદાન પેટી સાથે ચુંટણી અધીકારી સહીતનો સ્ટાફ મતદાન મથક શનિવારની સાંજે પહોચી ગયા છે.

તમામ મતદાન મથકે પોલીસ બદોબસ્ત ગોઠવી દેવાયો છે. ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂરી થાય તે માટે જિલ્લામાં 3 હજાર જેટલા પોલીસ ખડેપગે ફરજ બજાવશે.347 સરપંચો અને 2387 સભ્યોનુ ભાવિ અાજે નક્કી થશે. 6,98,062 મતદારો મતાધીકારનો ઉપાયોગ કરશે. જેમાં 3,59,679 પુરૂષ અને 3,38,381 મહિલાઓ ગામનો રાજા ચૂંટશે. 893 મતદાન મથકોમાંથી 250 સંવેદનશીલ મતદાન મથકો અને 169 અતિ સંવેદનશીલ મતદાન મથકો પર વઘુ પોલીસ બદોબસ્ત ગોઠવાશે.

6.98 લાખ મતદારો મત અાપશે

તાલુકાસરપંચસભ્યપુરુષસ્ત્રીઅન્યમતદારો
ગોધરા6443775330721001147431
કાલોલ443065141347797199211
હાલોલ664484790443475091379
ઘોઘંબા5945955999517020107701
જાંબુઘોડા231691520514161029366
શહેરા5530666958635420130500
મોરવા(હ)362624687045604092474

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...